Sunday, April 26, 2026
HomeNationalરાજસ્થાનમાં આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, રાજ્યને નવા સીએમ મળી શકે છે

રાજસ્થાનમાં આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, રાજ્યને નવા સીએમ મળી શકે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસે રવિવારે વિધાયક દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બેઠક માટે પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના પ્રભારી મહાસચિવ અજય માકનને નિરીક્ષક તરીકે મોકલવાની જાહેરાત કરી છે. આ બેઠક સાંજે 7 વાગ્યાથી મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને યોજાશે. માનવામાં આવે છે કે અહીં ગેહલોતના સ્થાને નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. ગેહલોતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

પાર્ટીના નેતા રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ‘એક વ્યક્તિ-એક પદ’નો સિદ્ધાંત અધ્યક્ષની ચૂંટણી માટે પણ લાગુ થશે. નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પાર્ટીના નેતાઓએ મૌન સેવ્યું છે પરંતુ એવું માનવામાં આવે છે કે પાર્ટી યુવા ચહેરા સચિન પાયલટ પર દાવ લગાવી શકે છે. ગેહલોત પોતે પાયલટને બદલે કોઈ વિશ્વાસુને પદ સોંપવાના પક્ષમાં હોવાનું મનાય છે. ધારાસભ્યોમાં હજુ પણ ગેહલોતના સમર્થકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં હાઈકમાન્ડ તેની તરફેણમાં હોય તો જ પાઈલટને કમાન્ડ મળી શકે છે.

- Advertisement -

રાજસ્થાનના પ્રભારી અજય માકને શનિવારે દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે જયપુરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન રાજસ્થાનની વર્તમાન સ્થિતિ અને નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા થઈ હતી. આ જ બેઠકમાં હાઈકમાન્ડે માકનની સાથે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને રાજસ્થાન મોકલવાનો પણ નિર્ણય લીધો હતો. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને પંજાબના આનંદપુર સાહિબના લોકસભા સાંસદ મનીષ તિવારી પણ પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરી શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular