Friday, December 1, 2023
HomeNationalઉત્તરાખંડમાં મહેમાનોને 'સ્પેશ્યલ સર્વિસ' આપવાની ના પાડવા પર થઈ રિસેપ્શનિસ્ટની હત્યાઃ પોલીસ

ઉત્તરાખંડમાં મહેમાનોને ‘સ્પેશ્યલ સર્વિસ’ આપવાની ના પાડવા પર થઈ રિસેપ્શનિસ્ટની હત્યાઃ પોલીસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં રિસોર્ટના રિસેપ્શનિસ્ટ મર્ડર કેસના ત્રણ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને યુવતીનો મૃતદેહ પણ પોલીસને મળી ગયો છે. તે જ સમયે, આ મામલામાં એક ઓડિયો અને વોટ્સએપ ચેટ પણ વાઈરલ થઈ છે, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ પીડિતાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે પૌડી જિલ્લાના એસએસપીને વોટ્સએપ ચેટ અને ઓડિયોની સત્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસએસપીએ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ તે પીડિતાની વોટ્સએપ ચેટિંગ અને ઓડિયો છે, પરંતુ ફોરેન્સિક તપાસ બાદ જ સંપૂર્ણ વિગતો જાણી શકાશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પીડિતાના મિત્ર પુષ્પદીપે આ વોટ્સએપ ચેટિંગ મોકલ્યું હતું.

વોટ્સએપ ચેટીંગ પર નજર કરીએ તો તેમાં આ બધી બાબતો બહાર આવી રહી છે કે વાંત્રા રિસોર્ટમાં VVIP ગેસ્ટને વધારાની સર્વિસ આપવામાં આવી હતી. વોટ્સએપ ચેટિંગમાં એ પણ સામે આવ્યું કે કેવી રીતે પીડિતાને પણ વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી રહી છે, તેને પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેસ્ટને વધારાની સર્વિસ અને ₹10000 મળશે.

- Advertisement -

વોટ્સએપ ચેટિંગમાં વધુ એવી બાબતો સામે આવી છે કે આ વાનત્રા રિસોર્ટમાં સ્પા ટ્રીટમેન્ટ આપવાના નામે એક્સ્ટ્રા સર્વિસની વાત કરવામાં આવી રહી છે. વોટ્સએપ ચેટિંગમાં બીજી એક વાત સામે આવી રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે એક VVIP ગેસ્ટ આવી રહ્યા છે અને તેમને એક્સ્ટ્રા સર્વિસની જરૂર છે.

વોટ્સએપ ચેટિંગમાં પીડિતા કહી રહી છે કે આ રિસોર્ટમાં મુશ્કેલી છે, સમસ્યાઓ થઈ રહી છે અને તેને કામ કરવાનું પણ મન થતું નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular