નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ પોલીસ પર ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. તાજેતરમાં પાસપોર્ટના વેરિફિકેશન માટે એક પોલીસકર્મી લાંચ લેતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારે આજે પોલીસે આ મામલે ACBની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પોલીસ કર્મચારી અને વચેટીયાની ભૂમિકામાં રહેલા એજન્ટ ચંદ્રશેખર કરંદિકરને કાયદાનું ભાન કરાવ્યુ છે. રાજકોટ પોલીસ પહેલા કથીક ટકાવારી તોડકાંડ ત્યારબાદ દારૂકાંડ અને હવે પાસપોર્ટકાંડના વિવાદમાં સપડાઇ છે.
માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા રહિશ સંદીપ રાણપરાના માસીનો દિકરો બ્રિજેશ આડેસરાને દુબઈ જવાનું હોવાથી પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી. પાસપોર્ટની અરજી કર્યા બાદ બ્રિજેશને પોલીસ વેરિફિકેશન કરવાનું હતું .જેથી અરજદારએ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કર્યો હતો. બ્રિજેશનું વેરિફિકેશન વેબાસાઈટ પર પેન્ડિંગ હોવાનું બતાવતું હોવાથી થોડા દિવસ બાદ તેણે ફરીથી એ ડિવઝન પોલીસ સ્ટેશને જાણ કરતા તેમનો પાસપોર્ટ પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલી દેવાયો છે તેવી માહિતી મળી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, રાજકોટ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા મયુરભાઈ પાસપોર્ટનું કામ સંભાળતા હોવાથી અરજદાર તેમની પાસે પહોંચ્યા હતા. જ્યારે બ્રિજેશ પોલીસકર્મી મયુરભાઈને મળ્યા ત્યારે તેમણે હાથથી ઈશારા કરીને પૈસાની માંગણી કરી હતી. આરોપી મયુરભાઈએ તેને પછી ફોન કરવાનું જણાવી ત્યાંથી પરત મોકલી દીધા હતા. ત્યાર બાદ બ્રિજેશ ફરીથી આરોપી મયુરભાઈને મળવા પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા ત્યારે આરોપી હાજર ન હોવાથી બ્રિજેશએ આરોપી મયુરભાઈને ફોન કરતા આરોપીએ ફોન ઉઠાવ્યો નહીં. પરંતુ થોડી જ વારમાં આરોપીએ ફરીને ફોન કરી ફરિયાદીને ગીરનાર ટોકિઝ સામે બજરંગ કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે બોલાવ્યો હતો.
પોલીસકર્મી બ્રિજેશને બોલાવી પાસપોર્ટની અરજી અઘરી હોવાનું કહી અને તેમની સામે પોલીસ કેસ છે હોવાનું કહી રૂપિયા 4000 નો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેથી બ્રિજેશે જણાવ્યું કે, તેનો અકસ્માતનો એક કેસ હતો જેમાં તે નિર્દોષ છુટી ગયો છે અને તેના ચુકાદાની કોપી પણ સાથે જોડેલી છે. તેમ છતાં આરોપી મયુરભાઈએ તેમને રૂપિયા 4000 આપવા જ પડશે તેમ કહી જતા રહ્યા હતા. ફરિયાદી જ્યારે આરોપી સાથે વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ ચાલુ હતું. બ્રેજિશ જ્યારે આરોપીને રૂબરુ મળ્યો હતો ત્યારે આરોપી મયુરભાઈએ પાસપોર્ટની અરજન્ટ જરૂરીયાત છે તેવો સવાલ કર્યો હતો ? ફરિયાદીએ હા પાડતાં આરોપીએ તેના મિત્ર ચન્દ્રશેખર કરદિંકરનો મોબાઈલ નંબર આપી તેનો સંપર્ક કરવા જણાવ્યુ હતું
ફરિયાદીએ આરોપી મયુરભાઈના કહેવા મુજબ ચંદ્રકાન્તનો સંપર્ક કરતા તેણે બ્રિજેશનો પાસપોર્ટ અઘરો છે તેમ જણાવી રૂપિયા 20,000ની માગણી કરી હતી. ત્યાર બાદ આરોપી મયુરભાઈ પોલીસવાળાએ ગીરનાર પાન પાસે આવી રૂપિયા 10,000 રોકડા લઈ લીધા હતા. સમગ્ર ભ્રષ્ટાચારની ઘટનાના સમાચાર આરોપી મયુરભાઈના ફોટો સાથે મીડિયામાં સામે આવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ઊંઘમાંથી જાગીને તપાસ કરવા લાગી હતી. પોલીસ તપાસ કરી આખરે આરોપી હેડકોન્સ્ટેબલ મયુરભાઈ પેંગ્યાતર વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ 7(એ), 12, 13 (2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











