નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ પોલીસ પર એક બાદ એક આક્ષેપોનો વરસાદ થઈ છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ગૃહમંત્રીને પત્ર બાદ પોલીસથી ત્રાહિમામ પોકારી ગયેલી પ્રજા ન્યાયની આશા રાખીને મીડિયા સમક્ષ આવીને પોતાની આપત્તિ જણાવી રહ્યા છે. ત્યારે આજે જામનગરના યુવકે વધુ એક આક્ષેપ રાજકોટ પોલીસ પર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનો રહેવાસી કુમાર પ્રવીણભાઈ કુંભારવાડિયાએ રાજકોટ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે રાજકોટ જિલ્લાના ઢોલરા ગામની કરોડોની કિંમતની જમીનનો સોદ્દો કર્યો હતો અને 21 લાખ રૂપિયા સાટાખત કરીને આપ્યા હતા. પરંતુ કોઈક કારણો સર જમીનનો માલિક તે જમીન વેચાણ કરતો ન હતો. આ બાબતને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસને અરજી કરી હતી. ત્યારબાદ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશને સમગ્ર બાબતે તપાસ પણ શરૂ કરી હતી. જે મામલે આજે પીડિત કુમારભાઈએ કથિત રીતે રાજકોટ પોલીસ કમિશનર તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા પર પણ અપહરણ અને ધમકી આપી કાગળો સહી કરાવવાના આક્ષેપ લાગ્યા છે.
જામનગરના યુવકે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ‘જમીનનો સાટાખત રદ્દ કરવા માટે રાજકોટ પોલીસના કર્મી બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં તેને ઉઠાવીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા હતા. પુરવવા ન રહી જાય તે માટે પોલીસે સીસીટીવીના ડીવીઆર લઈ ગઈ હતી. યુવકને ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજામાળે કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે ચાર અજાણ્યા લોકો અને પોલીસકર્મી ખાનગી કારમાં બાલાજી હોલ પાસે આવેલી જયેશ બોઘરાની ઓફિસ લઈ ગયા હતા. ત્યાં તેને ધમકી આપીને ત્રણ કોરો કાગળો પર સહી કરવા માટે કહ્યું હતું. જો કે યુવકે સહી કરવાની ના પાડતા મારી નાખવાની ધમકી આપી હતી. યુવકે સહી કરી આપતા તે લોકોએ કહ્યું હતું કે ઢોલરાની જમીન હવે ભૂલી જવાની.’
સમગ્ર બાબતે નવજીવન ન્યૂઝે જયેશ બોઘરાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપડયો ન હતો. આ જમીનની કિંમત હાલ કરોડો રૂપિયાની હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે જામનગરના યુવકે મુખ્યમંત્રીને પણ પત્ર લખીને ન્યાય આપવવા માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુહમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્યના પત્ર બાદ તોડકાંડ બાબતે DGP વિકાસ સહાયને તપાસ સોંપીને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જો કે હવે વિકાસ સહાયને કોરોના થતાં રિપોર્ટ આવવામાં વિલંબ પણ થઈ શકે છે. તો બીજી બાજુ રાજકોટ પોલીસ પર અનેક લોકોના આક્ષેપો હોવા છતાં આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.