નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં ડોક્ટરના પુત્રનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બનાવમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. રાજકોટના ડોકટર જીજ્ઞેશ ખંધેડીયાના પુત્ર રોહિતનું અપહરણના પ્રયાસની ઘટના બાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે અપહરણના કેસમાં 5 આરોપીને દબોચી લીધા છે. ડોક્ટરના પુત્રનું અપહરણ કરીને પૈસા પડાવવા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
માહિતી અનુસાર, રાજકોટમાં ગત તારીખ 14 જૂનના રોજ રાત્રીના સમયે ડોકટર જીજ્ઞેશ ખંધેડીયાના પુત્ર રોહિતનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં હતો. અપહરણકર્તા નંબર વિનાની ઈકો કારમાં આવેલા અને કુરિયરનું જણાવી રોહિતને ઘરની નીચે બહારની સાઈડમાં બોલાવ્યો હતો. જ્યારે રોહિત ઘરની બહાર ગયો ત્યારે અપહરણકર્તાએ રોહિતને પકડી લઈ ઈકો કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રોહિતે પ્રતિક્રિયા આપત ઝપાઝપી થતાં રોહિતે બુમો પાડવાનું શરૂ કરી દેતા અપહરણ કરવા આવેલા વ્યક્તિઓએ અપહરણ કર્યા વગર જ ઈકો કાર લઈ નાસી ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને થતાં આરોપીને ઝડપી પાડવા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આજે ઘટનાના ગણતરીની કલાકોમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓને શોધી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, અપહરણ કરવામાં મુખ્ય આરોપી કેવલ સંચાણીયાએ અન્ય આરોપી સંજય ડાભીને પોતાના જ દૂરના સગા જીજ્ઞેશ ખંધેડીયાના પુત્રનું અપહરણ કરવા ટીપ આપી હતી. આરોપી કેવલએ ડોકટર ખંધેડીયા અને તેમના પત્નિ ડોકટર હોય તેના દિકરાનું અપહરણ કરવાથી એક જ દિવસમાં મોટી રકમ ખંડણી પેટે આપશે તેમ જણાવી તેને અન્ય આરોપીઓને આ કામ માટે લાલચ આપી હતી.
લાલચના કારણે સંજય ડાભીએ તેના મિત્ર જયપાલસિંહ રાઠોડને અપહરણ કરવાની વાત કરી પ્લાનમાં સાથે રાખ્યો હતો. આરોપી સંજયે અપહરણને અંજામ આપવા સિમકાર્ડની વ્યવસ્થા કરવા માટે સુરેશ ઠાકોરને વાત કરતા સુરેશે તેના મિત્ર ચીરાગ ઠાકોર પાસેથી બે સિમકાર્ડ અને અપહરણ માટે પોતાના સગા ભાઈ સંજય ઠાકોરની ઈકો કારની વ્યવસ્થા કરી આપી હતી.
અપહરણનો પ્લાન કરીને તારીખ 14 જૂનના રોજ ઘટનાને અંજામ આપવા માટે આરોપી, જયપાલસિંહ રાઠોડ, સુરેશસિંહ, સુરેશ ધામેચા, સંજય ડાભી અને સંજય ઠાકોર એમ કુલ 5 આરોપીઓ રાજકોટના ડોકટર ખંધેડીયાના ઘર પાસે ગયા હતા. પ્લાનીંગ મુજબ રોહિતનું અપહરણ કરવા માટે પ્રયાસ પણ કર્યો હતો પરંતુ રોહિતે પ્રતિકાર કરતા અને ઊંચા અવાજે બુમો પાડવાની શરૂઆત કરતા અપહરણકર્તા નાસી ગયા હતા. અપહરણતો ન થયું પણ રાતો-રાત પૈસાગદાર બનવા માટે આરોપીઓએ ખંડણીની રકમ માટે ફરિયાદીને ફોન કર્યા હતા. આરોપીઓ ધમકી આપવામાં આવી હતી કે રૂપિયા 80 લાખ નહીં આપે તો પરિવારને મારી નાખશે.
ઝડપાયેલા આરોપીઓ
કેવલ રમેશભાઈ સંચાણીયા
સંજય કાંતિભાઈ ડાભી
સુરેશભાઈ બચુજીભાઈ ઠાકોર
ચીરાગ દેવાભાઈ ઠાકોર
સંજય મનજીભાઈ ઠાકોર
જયપાલસિંહ રાઠોડ
સુરેશસિંહ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











