Sunday, June 7, 2026
HomeGeneralVIDEO: કૂતરાના ગળામાં દોરડું બાંધી કારથી ઢસડ્યો, આરોપી ડૉક્ટર સામે ગુનો દાખલ

VIDEO: કૂતરાના ગળામાં દોરડું બાંધી કારથી ઢસડ્યો, આરોપી ડૉક્ટર સામે ગુનો દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જોધપુરઃ એક કૂતરાને ગળામાં દોરડું બાંધીને કારથી ખેંચીને લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રાજસ્થાનના જોધપુરનો છે અને આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ કાર ચાલક ડોક્ટર છે. ડોક્ટરે કૂતરાને દોરડાથી બાંધી દીધો અને પછી કાર ચલાવતી વખતે કૂતરાને ખેંચવા લાગ્યો. આ ઘટના એક વ્યસ્ત રોડ પર બની હતી જ્યાં અન્ય ઘણા વાહનો પણ હતા. વીડિયોમાં આરોપી ડોક્ટર કૂતરાને ખતરનાક રીતે વાહનની એક બાજુથી બીજી તરફ લાંબા દોરડાની મદદથી હંકારી રહ્યો હતો અને ખૂબ જ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ હવે ડોક્ટર વિરુદ્ધ કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.

આ વીડિયો કારની પાછળ આવતા એક મોટરસાઇકલ સવાર વ્યક્તિએ શૂટ કર્યો હતો. આ સાથે આ વ્યક્તિએ પણ કાર રોકીને કૂતરાની મદદ કરી હતી. તે જ સમયે, સ્થાનિક લોકો વાહનની આસપાસ એકઠા થઈ ગયા અને કૂતરાના ગળામાંથી દોરડું કાઢી નાખ્યું હતું . એટલું જ નહીં એનજીઓને પણ જાણ કરવામાં આવી હતી. કૂતરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

- Advertisement -

એનજીઓ ડોગ હોમ ફાઉન્ડેશન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, ડૉક્ટરનું નામ રજનીશ ગાલવા છે. તે રખડતો કૂતરો હતો. જે તેમના ઘરની નજીક રહેતો હતો અને તે તેને હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

NGOએ ટ્વીટ કરીને લખ્યું છે કે જે વ્યક્તિએ આ કર્યું છે તે ડૉ. રજનીશ ગ્વાલા છે અને કૂતરાના પગમાં મલ્ટિપલ ફ્રેક્ચર છે અને આ ઘટના શાસ્ત્રી નગર જોધપુરની છે, કૃપા કરીને આ વીડિયોને ફેલાવો જેથી કરીને CP જોધપુર તેની વિરુદ્ધ કાર્યવાહી કરે અને લાઇસન્સ રદ કરે. એનજીઓએ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular