Thursday, April 30, 2026
HomeGujaratRajkot માં શાળા આસપાસ તમાકુ વેચાશે તો આચાર્ય જવાબદાર, શિક્ષકોમાં રોષ

Rajkot માં શાળા આસપાસ તમાકુ વેચાશે તો આચાર્ય જવાબદાર, શિક્ષકોમાં રોષ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO Rajkot) અનંદુ સુરેશ ગોવિંદે શાળાઓ આસપાસ તમાકુનું વેચાણ બંધ કરાવવા એક પરિપત્ર કરાતા વિવાદ સર્જાયો છે. શાળાની આસપાસ તમાકુ વેચાણ પકડાશે તો આચાર્યની જવાબદારી રહેશે તેવા ઉલ્લેખને લઈને શિક્ષકોમાં રોષ ફેલાયો છે. વિવાદાસ્પદ પરિપત્ર રદ કરવા માટે શિક્ષકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ રહેશે જવાબદાર

- Advertisement -

COTPA-2003 ની કલમ 6 (એ) અંતર્ગત 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અધિનિયમની કલમ-6 (બી) મુજબની કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવું કાનૂની ગુન્હો બને છે. આ અધિનિયમની કલમ-4 અન્વયે અધિનિયમના ઉલ્લંઘન સામે દંડ લાદવા અને દંડને એકત્રિત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને અધિકૃત કરવામાં આવ્યા છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ-૨૦૦૩ અન્વયે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યોએ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા COTPA-2003 અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે. તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો કાર્યરત ન રહે તે આચાર્યો અને સરપંચો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે.

શ્વાનની ગણતરીના પરિપત્રએ વિવાદ સર્જયો હતો

એકાદ માસ અગાઉ શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular