નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: Sabarkantha News: ગુજરાતનાં લોકોને વેદેશ જવાની એવી ઘેલછા છે કે, કાયદેસર હોય કે ગેરકાયદેસર લોકો વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને અમેરિકા (United States of America) જવા માટે ગુજરાતીઓ ગેરકાયદેસર રસ્તા અપનાવતા હોય છે. આમ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તેમ છતાં લોકો હજુ ગેરકાયદેસર રસ્તે અમેરિકા જઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજની (Prantij) એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં કેટલાક એજન્ટ્સ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ મહેસાણા અને કલોલના એજન્ટ્સનો સંપર્ક કરીને અમેરિકા જવા નીકળ્યો હતો અને છેલ્લા છ મહિનાથી સંપર્ક વિહોણો છે, ત્યારે મહિલાએ એજન્ટ્સ સામે છેતરપિંડીની (Cheating) ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વાઘપુરના યુવક ભરત દેસાઈને અમેરિકા જવાના ઈચ્છા થતાં તેણે આ બાબતે મહેસાણા એજન્ટ દિવ્યેશ પટેલ અને કલોલના ડિંગુચાના એજન્ટ મનોજ કુમારનો સંપર્ક કર્યો હતો. જેમાં એજન્ટ સાથેની મુલાકાત બાદ એજન્ટ્સે ભરત દેસાઈને અમેરિકા પહોંચાડવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો અને 70 લાખ રૂપિયામાં વર્ક પરમિટ પર લઈ જવાની વાત કરી હતી. આ વાત પર ભરત દેસાઈએ એજન્ટ્સની વાતમાં આવી અમેરિકાની જવાની તૈયારી બતાવી હતી. પહેલા એજન્ટ્સે 22 લાખ રૂપિયા એડવાન્સ માગ્યા હતા, જે ભરત દેસાઈ ચૂક્વ્યા હતા. બાકીના પૈસા અમેરિકા પહોંચી ગયા બાદ આપવાની વાત થઈ હતી. જેમાં ભરત દેસાઈ કેટલાક રૂપિયા ખૂટતા હોવાથી પોતાના સગાસબંધીઓ પાસેથી પરત આપી દેવાની શરત ઉછીના લીધા હતા.
1 જૂન 2023ના રોજ એજન્ટ્સે ભરત દેસાઈને મુંબઈ એરપોર્ટથી નેધરલેન્ડની ફ્લાઇટમાં બેસાડ્યો હતો. નેધરલેન્ડથી સ્પેન પોર્ટ અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાની વાત થઈ હતી. સ્પેન પોર્ટ પર પહોંચતા ભરત દેસાઈએ તેની પત્ની સાથે વાતચીત પણ કરી હતી. જેમા તેણે અહીંથી ડોમિનિકામાં જવાનું હોવાની વાત પત્નીને કરી હતી. આ વાત 4 ફ્રેબુઆરીના રોજ તેની પતિ સાથે અંતિમ વાર થઈ હતી, ત્યારથી ભરત દેસાઈ સંપર્ક વિહોણો થયો છે. આ ઘટનાને 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. પતિનો કોઈ સંપર્ક ન થતાં આ બાબતે ભરત દેસાઈની પત્ની ચેતના રબારીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે એજન્ટ્સ વિરુદ્ધ છેંતરપિંડીની ફરિયાદી નોંધાવી છે. જે મામલે પોલીસે આ ઘટનામાં ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં મહેસાણાના એજન્ટ દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે.
આ મામલે પોલીસે એજન્ટ દિવ્યેશ પટેલની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરતાં જણાવ્યું છે કે, ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા 9 જેટલા લોકો ડોમિનિકામાં પકડાઈ ચૂક્યા છે. જે ઘટના બાદ હવે ભરત દેસાઈના પરિવારે કેન્દ્ર સરકારને આ બાબતે ફસાયેલા લોકોને મદદ કરવા અપીલ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








