Saturday, April 25, 2026
HomeGujaratઅમદાવાદમાં આવતીકાલે PM મોદીના કાર્યક્રમને પગલે 5 રૂટ ટ્રાફિક માટે બંધ રહશે

અમદાવાદમાં આવતીકાલે PM મોદીના કાર્યક્રમને પગલે 5 રૂટ ટ્રાફિક માટે બંધ રહશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ PM મોદી આવતી કાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેના કારણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં PM મોદી કેટલાક કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડવ્યું છે. PM મોદી 30 તારીખે દૂરદર્શન ટાવર પાસે જાહેરસભાને પણ સંબોધવાના છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલથી બે દિવસ અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદમાં મેટ્રો ટ્રેન, નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીનું ઉદ્ઘાટન કરવાના છે. ઉપરાંત 30 સપ્ટેબરે સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જશે. ત્યાર બાદ કાલુપુરથી મેટ્રો ટ્રેનના બે રૂટનું ઉદ્ઘાટન કરશે. જેમાં ગ્યાસપુરથી મોટેરા રૂટ અને કાલુપુરથી થલતેજની શરૂઆત કરાવશે. ઉપરાંત દૂરદર્શન ટાવર પાસે જાહેરસભાને સંબોધશે.

- Advertisement -

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ, 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગ, થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ, ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો રોડ બંધ રહેશે. જ્યારે વૈકલ્પિક રૂટ તરીકે સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા, હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફ તરફ, માનસી, વસ્ત્રાપુર તળાવ,અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે જઈ શકાશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular