Saturday, May 23, 2026
HomeGujaratરાધનપુર-ભાંભર હાઈવે પર ગંભીર અકસ્માત, એકસાથે ચાર વ્યક્તિઓ મોતને ભેટતા વાતાવરણ ગમગીન

રાધનપુર-ભાંભર હાઈવે પર ગંભીર અકસ્માત, એકસાથે ચાર વ્યક્તિઓ મોતને ભેટતા વાતાવરણ ગમગીન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: Patan News : ગુજરાતમાં અકસ્માતોની વણજાર વણથંભી છે. રોજ રોજ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ક્યારેક એક જ પરિવારના ત્રણથી ચાર વ્યક્તિઓ જ્યારે અકસ્માતમાં મોતને ભેટે છે, ત્યારે આખો પરિવાર વિખેરાઈ જાય છે. આવી જ એક ઘટના રાધનપુર-ભાંભર હાઈવે (Radhanpur-Bhabhar highway) પર બની છે અને અકસ્માતમાં (Road Accident) એકસાથે ચાર વ્યક્તિઓ મોતને ભેટવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાટણના રાધનપુર-ભાંભર હાઈવે પર ગોજારો અકસ્માત સામે આવ્યો છે. કાર અને ટ્રેલર ધડાકાભેર અથડાયા છે, આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. આ અકસ્માતમાં એક પુરુષ અને બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકો એકઠા થયા હતા અને વાતાવરણ ગમગીન બન્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેરાલુ પાસેના દાસત ખાતે મીની ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના માતા-પિતા તથા પુત્ર મોતને ભેટ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મંદિરેથી પરત ફરતી વેળાએ મીની ટ્રકે બાઈકને ટક્કર મારતાં ત્રણ સભ્યો મોતને ભેટ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular