નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત અને માથાભારે તરીકે પંકાયેલો કાલુ ગરદન હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે દબોચાઈ ગયો છે. કાલુ સાથે અન્ય ત્રણ શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. જમીન પચાવી પાડવા સહિતના 30થી વધુ ગુનાઓ કાલુની સામે નોંધાયેલા છે. હાલમાં જ તત્કાલીન ડીસીપી પ્રેમસુખ ડેલુની કાર્યવાહી દરમિયાન કાલુને ઘણું છૂપાતુ રહેવું પડ્યું હતું.
કુખ્યાત કાલુ સહિત પકડાયેલા અન્ય ત્રણમાં સુલતાન, સદામ, આરીફન નામના શખ્સોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા કાલુની ગેંગ દ્વારા મુશીર કુરેશી નામના વ્યક્તિને જાહેરમાં ધમકી આપવામાં આવી હતી. ઘણા સમયથી છૂપાયેલો કાલુ બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે તેને અને તેના સાગરિતોને દબોચી લીધા હતા.








