Friday, June 5, 2026
HomeGujaratSuratરાહુલ ગાંધીને સુરત સેન્શન કોર્ટમાં પણ રાહત નહીં, માનહાનિ કેસમાં સજા રાખી...

રાહુલ ગાંધીને સુરત સેન્શન કોર્ટમાં પણ રાહત નહીં, માનહાનિ કેસમાં સજા રાખી યથાવત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) ને ગત 23 માર્ચના રોજ માનહાનિ કેસમાં સુરત મેટ્રો કોર્ટ દ્વારા 2 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરત મેટ્રો કોર્ટ (Surat Metro Court) ના આ ચુકાદાને રાહુલ ગાંધી દ્વારા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની આ અરજી પર સુનાવણી કરતાં આજે સુરત સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. હવે રાહુલ ગાંધી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી શકે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં CRPF જવાને AK-47થી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

- Advertisement -

મેટ્રો કોર્ટના ચુકાદાને પડકારતી રાહુલ ગાંધીની અરજી સામે ફરિયાદી પક્ષ દ્વારા પણ એક વાંધા અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળીને મેટ્રો કોર્ટની સજાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો કોર્ટના આ ચુકાદા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ થઈ ગયું હતું. જેથી હવે રાહુલ ગાંધી હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પણ આ ચુકાદાને પડકારી શકે છે.

શું હતો સમ્રગ મામલો

2019 લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલ્લારમાં જનસભા સંબોધી હતી, તે દરમિયાન મોદી અટકને લઈ તેમણે ટિપ્પણી કરી હતી. જેમાં ‘લલિત મોદી, નિરવ મોદી,નરેન્દ્ર મોદી બધા મોદી ચોર કેમ હોય છે’ તે પ્રકારનું નિવેદન આપતા મોદી સમાજની લગાણી દુભાઈ છે તેવી એક માનહાનિની ફરિયાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી કરી હતી. આ ફરિયાદની સુનાવણી દરમિયાન ગત 23 માર્ચે સુરતની મેટ્રો કોર્ટે મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી મામલે 499,500 અંતર્ગત 2 વર્ષની કેદની સજા અને 15 હજારનો દંડ ફાટકાર્યો હતો, ત્યાર બાદ તેમને સાંસદ સભ્ય પદ ગુમાવવાની પણ નોબત આવી હતી.

સુપ્રમિ કોર્ટે 2013ના એક ચુકાદા દરમિયાન એવુ જણાવ્યું હતું કે, જે કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય કોઈ ગુનામાં દોષિત થાય અને કોર્ટ દોષિત ઠેરવે તો સંસાદસભ્ય, ધારાસભ્ય ગેરલાયક ઠરે છે.

- Advertisement -

Rahul Gandhi In Defamation Case

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular