Wednesday, April 22, 2026
HomeGujaratનેધરલેન્ડના ભારત ખાતેના રાજદૂત ગુજરાતની મુલાકાતેઃ ડચ કંપનીઓનું એગ્રી-ટ્રેડ મિશનનું નેતૃત્વ કરશે

નેધરલેન્ડના ભારત ખાતેના રાજદૂત ગુજરાતની મુલાકાતેઃ ડચ કંપનીઓનું એગ્રી-ટ્રેડ મિશનનું નેતૃત્વ કરશે

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ): માર્ટિન બેન ડેન વર્ગે જણાવ્યું હતું કે, હું ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહેલી એગ્રી એશિયા માટે ડચ કંપનીઓનું પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરતાં ખુશી અનુભવી રહ્યો છું. આ મિશનનો ઉદ્દેશ ભારતના ખેડૂતોની આવકમાં વધારો કરવાનો તેમજ ડચ કંપનીઓ ટેક્નોલોજી સંબંધિત ઉપાયોથી તેમને થતાં નુકસાનમાં ઘટાડો કરવાનો છે. ડચ કંપનીઓ ફૂલોની ખેતી , ડેરી અને પ્રોસેસિંગ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

તા. 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર હેલિપેડ ખાતે દસમી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન એગ્રી એશિયા યોજાઈ રહી છે. માર્ટિને જણાવ્યું કે, નેધરલેન્ડ અને ભારત કૃષિ ક્ષેત્રમાં મજબૂત સહયોગી છે. ઈન્ડો ડચ સેન્ટર ઓફ એક્સીલન્સીની સ્થાપના સાકાર થાય છે. આ કાર્યક્રમને કારણે વેપારલક્ષી ગુજરાતમાં અમારું જોડાણ વધુ મજબૂત થશે અને ગાઢ બનશે. આ પ્રતિનિધિ મંડળમાં વિવિધ ડચ કંપનીઓ કૃષિ સુધારા અને ટેક્નોલોજી સંબંધે તેમનું યોગદાન જણાવશે. હાલમાં ભારતમાં 250થી વધુ ડચ કંપનીઓએ પોતાના ઉદ્યોગો સ્થાપ્યા છે. ડચ કંપનીઓની ટેક્નોલોજીના કારણે બટાટા અને શાકભાજીના પ્રોસેસિંગ યૂનિટના કારણે ખેડૂતની આવકમાં વધારો થયો છે અને આહારના નુકસાનમાં ઘટાડો થયો છે.

- Advertisement -



માર્ટિને ઉમેર્યું કે, ભારતની આબોહવા અને જમીનને ધ્યાનમાં રાખી બદલાઈ રહેલા બીયારણો સાથે ખેડૂતોને કઈ રીતે મદદ રૂપ થઈ શકાય અને નેધરલેન્ડ તરફથી પ્રાપ્ત ગ્રીનહાઉસ ટેક્નોલોજીથી કઈ રીતે ઉત્પાદન વધારી શકાય તથા પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનર અમલાન બોરાએ જણાવ્યું કે, ગુજરાતમાં 15થી વધારે ડચ કંપનીઓ કાર્યરત છે. નેધરલેન્ડ માટે ગુજરાત બહુ જ મહત્વનું છે, હાલમાં અમે 11 દેશોમાં સક્રિય રીતે 22 બિઝનેસ સપોર્ટ ઓફિસ ધરાવીએ છીએ. અમદાવાદમાં આવેલી નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ ડચ વ્યવસાયકારો અને રોકાણકારો માટે ભારતમાં તક ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કરે છે.

તેમણે કહ્યું કે, એક સહભાગી દેશ તરીકે એશિયામાં નેધરલેન્ડની સહભાગીતા નેધરલેન્ડ અને ભારત વચ્ચેની ભાગીદારીને વ્યાપક રીતે જોઈ શકાય છે. અમારો ઉદ્દેશ ખેડૂતોનું ઉત્પાદન અને આવક વધારવાનો છે. નેધરલેન્ડની ટેક્નોલોજી અને તજજ્ઞોને કામે લગાડવાનો છે.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular