Friday, April 24, 2026
HomeGujaratઅમદાવાદમાં ખેલૈયાઓને નહીં નડે ત્રીજા નોરતે વરસાદનું વિઘ્નઃ સામાન્ય ઠંડક રહેશે, હવામાન...

અમદાવાદમાં ખેલૈયાઓને નહીં નડે ત્રીજા નોરતે વરસાદનું વિઘ્નઃ સામાન્ય ઠંડક રહેશે, હવામાન વિભાગે શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ પહેલા અને બીજા નોરતે ખેલૈયાઓનો મૂડ વરસાદના આગમનથી થોડો ડગમગી ગયો હતો. જોકે અમુક ખેલૈયાઓ તો આ મામલામાં પણ વરસતા વરસાદ વચ્ચે ગરબે રમવા તૈયાર હતા. જોકે કેટલાક માટે સમસ્યાઓએવી હતી કે ખર્ચો કરીને જ્યારે તૈયાર થયા છે ત્યારે મેક અપથી માંડી વિવિધ શણગાર વરસાદમાં ધોવાઈ જાય તો તેમનો વટ ક્યાં પડવાનો હતો. આવી ઘણી બધી સમસ્યાઓની ચિંતા આજે નહીં રહે તેવું હવામાન વિભાગની આગાહી પછી લાગી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં સામાન્ય અમથો પણ વરસાદ પડવાનો નથી. હા વાતાવરણ સામાન્ય ઠંડક વાળું અવશ્ય રહેશે એટલે ગરબામાં ક્યાંય વિક્ષેપ પડી જાય તેવી કોઈ સ્થિતિ જોવાઈ રહી નથી.

- Advertisement -

આમ તો આજ સવારથી જ સામાન્ય ધુમ્મસ ભર્યું અમદાવાદનું વાતાવરણ તો હતું જ જેના કારણે એક ક્ષણ વરસાદ આવશે તેવી અનુભૂતિ થઈ હતી. જોકે તે પછી થોડા કલાક બાદ વાતાવરણ સ્વચ્છ અને ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગનું માનીએ તો સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહીવત જેવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular