Thursday, April 24, 2025
HomeGujaratપોલીસે પકડેલો દારૂ હેડ કોન્સ્ટેબલ અને બુટલેગરના સેટીંગથી વેચાયો, કોન્સ્ટેબલ સામે નોંધાઈ ફરિયાદ

પોલીસે પકડેલો દારૂ હેડ કોન્સ્ટેબલ અને બુટલેગરના સેટીંગથી વેચાયો, કોન્સ્ટેબલ સામે નોંધાઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: Kheda News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. બુટલેગરો રોજે રોજ લાખો કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી (Liquor Smuggling) કરે છે. ક્યારેક એકસાથે કરોડો રૂપિયાનો દારૂ પકડાય ત્યારે પોલીસની કામગીરી પર ગર્વ થાય છે. પણ જ્યારે પોલીસ બુટલેગર પાસેથી દારૂ પકડે અને પોલીસ સ્ટેશનમાં તે જ દારૂ પોલીસકર્મી અને બુટલેગરની સાંઠ ગાંઠથી વેચાય ત્યારે પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અગાઉ બુટલેગર પાસેથી પકડાયેલો દારૂ વેચવામાં કોન્સ્ટેબલની ભૂમિકા પણ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 2 નવેમ્બરના રોજ નડિયાદ ટાઉન પોલીસ (Nadiad Rural Police) દ્વારા દેશી દારૂનો ધંધો કરતા કમલેશ બુટલેગર પાસેથી દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે આ પકડેલા દારૂને મુદ્દામાલમાં જમા કરવામાં આવ્યો નહોતો. બુટલેગર પાસેથી પકડાયેલા દારૂને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના લોક અપની સામે સુરક્ષિત રીતે રાખવામા આવ્યો હતો.

- Advertisement -

નડિયાદ પોલીસ સ્ટેશનમાં રાખવામા આવેલો દારૂ ચોરાયાની ઘટના બનતા પોલીસે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં બુટલેગર કમલેશ અને એલ.આઈ.બી. હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહે સાથે મળીને દારૂની ચોરી કરી હતી અને પકડાયેલા દારૂનો વહીવટ કરવાની વાત સામે આવી હતી. બુટલેગર કમલેશની પૂછપરછમાં કમલેશે કબૂલ્યું કે, હેડ કોન્સટેબલ યશપાલસિંહની મદદથી દારૂની ચોરી કરવામાં આવી છે. હેડ કોન્સટેબલ યશપાલસિંહ સામે ફરિયાદ નોંધાતા જ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે બુટલેગર કમલેશની ધરપકડ કરી છે તથા પોલીસકર્મી યશપાલસિંહની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Tag : Nadiad News, Nadiad Police Liquor case

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular