Sunday, November 8, 2026
HomeGeneralખેડામાં યુવાને દારૂ પીધા પછી દેશભક્તિનો રંગ લાગ્યો, ટાવર પર ચડી વંદે...

ખેડામાં યુવાને દારૂ પીધા પછી દેશભક્તિનો રંગ લાગ્યો, ટાવર પર ચડી વંદે માતરમના નારા લગાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું રોજબરોજ દારૂને લગતા કેસ પોલીસે ચોંપડે નોંધાતા હોય છે. તો ક્યારેક દારૂ ઢીંચીને ધમાલ કરતા તત્વો પણ પોલીસની પકડમાં આવતા હોય છે. ત્યારે આજે ખેડામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનને દારૂ ઢીંચ્યા આખું ગામ માથે લીધું હતું. નશામાં ધુત યુવાનને દેશભક્તિમો રંગ ચડી જતાં ટાવર પર ચડીને જોર જોરથી વંદે માતરમના નારા લગાવ્યા હતા.



દારૂના નશામાં ધમાલ મચાવતા તત્વોના અનેક પરાક્રમ અગાઉ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો નડિયાદના ખેડામાં સામે આવ્યો છે. એક યુવાન દારૂ ઢીંચ્યા બાદ નશા મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. ટાવર પર ચડીને મન ન ભરાયું તો તેને ટાવર ઉપરથી ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. યુવાનની આ હરકતના કારણે ટાવર નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવકને ટાવરની ટોચ પર જોઈને નીચે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

નડિયાદના અમદાવાદી દરવાજા પાસેના કબ્રસ્તાન ચોકડીના ટાવર પાસે આ બનાવ બન્યો હતો. બી.એસ.એન.એલના ટાવર પર એક યુવાન ચઢી ગયો હતો. જો કે ટાવર પરથી નીચે ઉતારવા માટે સ્થાનિક ટોળાંઓએ તેને સમજાવ્યો હતો અને તેની ઉતારી લીધો હતો. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને તેની અટકાયત કરી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular