નવજીવન ન્યૂઝ.ભુજ: માઉન્ટ આબુમાં ક્રિકેટમેચ પર સટ્ટાબાજી કરતાં લોકો પર પોલીસે કાર્યવાહી કરી છે. એસપીએ સ્પેશિયલ ટીમ સાથે હોટલોમાં દરોડા પાડ્યા હતા. જો કે પોલીસને આ દરોડામાં મોટી માછલીઓ હાથમાં લાગી છે. બુકીઓ સાથે પોલીસકર્મીઓની મિલીભગત હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિત અનુસાર, છેલ્લા એક સપ્તાહથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુકીઓના ક્રિકેટ સટ્ટાબાજી ધમધમી રહ્યા હતા. જો કે સમગ્ર બાબતે એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવને જાણ થતાં સ્પેશિયલ ટીમ સાથે અંબિકા હોટેલ અને સેફ્રોન હોટલ પર દરોડા પાડ્યા હતા. જેમાં ગુજરાતના 16 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉપરાંત સટ્ટાબાજીનો માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રનો ઘનશ્યામ ધુલિયા સહિત 26 બુકીઓની ધરપકડ કરી હતી. પોલીસે 9530 રોકડ, 4 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 36 મોબાઈલ, એક મર્સિડીઝ કાર જપ્ત કર્યા છે.
સટ્ટાબાજી પ્રકરણમાં અનેક પોલીસકર્મીઓની મિલીભગત પણ સામે આવી છે. બે દિવસ અગાઉ એસપી ધર્મેન્દ્રસિંહને બુકીઓ વિશે બાતમી મળી હતી. જો કે ફૂટેલા પોલીસકર્મીના કારણે એસપીને બાતમી મળી હોવાની જાણ બુકીઓને થઈ જતાં બુકીઓએ હોટેલો બદલી નાખી હતી. તેમ છતાં બુકીઓ એસપીની બાજ નઝરથી બચી શક્ય ન હતા.
સટ્ટાબાજી પ્રકરણ બુકીઓ સાથેના સબંધના આરોપથી આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઉદરામને સસ્પેન્ડ કરીને પોલીસ લાઇન્સમાં મોકલાયા છે. આ મામલામાં અત્યાર સુધીમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 10 કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. બુકીઓ સાથે કેટલાક પોલીસકર્મીઓની પણ ફોન પર વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે.
દરોડામાં હોટેલમાંથી પકડાયેલા બુકકીઓના નામ
ગુજરાત-મહારાષ્ટ્રના સટ્ટા રાજા ઘનશ્યામ ધુલિયા, નારાયણ ભાઈ બિદડા-કચ્છ, પબા રેબારી કચ્છ, નરેન્દ્રસિંહ સોઢા કચ્છ, મિતેશ સિંહ રાજપૂત કચ્છ, મેજા રેબારી કચ્છ , ભજુ રબારી કચ્છ , હરીશ જૈન-કચ્છ, નવીન રબારી-કચ્છ, ભાજુ રેબારી-કચ્છ, કમલેશ રબારી-કચ્છ, અનિરુદ્ધસિંહ રાજપૂત-કચ્છ, વિક્રમસિંહ ઉર્ફે મિત્રરાજસિંહ રાજપૂત-કચ્છ, દલપતસિંહ રાજપૂત-કચ્છ, રવજી રબારી-કચ્છ, રાણા રબારી-કચ્છ, પ્રભાતસિંહ રાજપૂત-કચ્છ, ચિરાગ ઠક્કર ધનિયાવાડા-ગુજરાત, સુરેશ કુમાર સાવંત-મુંબઈ, સાગર દેસાઈ મરાઠા-કોલ્હાપુર, હસમુખ કુમાર ઠક્કર-ડીસા, દેવર્ષિ વ્યાસ-અમદાવાદ, રાજેન્દ્રકુમાર જોષી થાણે-મહારાષ્ટ્ર, સુરેશસિંહ ઠાકુર-અમદાવાદ, વિકાસ રાણે- મુંબઈ, ચંદ્રશેખર કોળી-રાયગઢ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.