Sunday, April 26, 2026
HomeGujaratઆવું વારંવાર કેમ થાય છે? મુદ્દામાલ પકડાય પણ બુટલેગર છટકી જાયઃ મોડાસામાં...

આવું વારંવાર કેમ થાય છે? મુદ્દામાલ પકડાય પણ બુટલેગર છટકી જાયઃ મોડાસામાં હાઈ સ્પીડ બાઈક સાથે 25 હજારનો દારુ પકડાયો પણ બુટલેગર છૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસાઃ અરવલ્લી પાસેથી દારુની અરવજવર સતત થતી રહે છે અને તેના પર પોલીસની સતત વોચ રહેતી હોય છે, ઘણા કિસ્સાઓમાં બુટલેગર દારુ સાથે પકડાયા છે તો છેલ્લા ઘણા સમયથી એવી ઘણી ઘટનાઓ બની રહી છે જેમાં દારુ કે મુદ્દામાલ તો ઝડપાય છે પણ તેને લાવનાર શખ્સ અથવા ટોળકીના માણસ ફરાર થવામાં સફળ થઈ જાય છે. જેને કારણે લોકોમાં વિવિધ ચર્ચાઓ અને પ્રશ્નોએ જન્મ લીધો છે. અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને જોડતી વિવિધ સરહદો પરથી મોટા પ્રમાણમાં નિતનવા નુસખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે મોડાસા ટાઉન પોલીસે બ્લોક-ફેકટરીથી ખલીકપુર જવાના રોડ પરથી પસાર થતી હાઈ સ્પીડ બાઈક પર થતી વિદેશી દારૂની ખેપને નિષ્ફ્ળ બનાવી હતી. હાઈ સ્પીડ બાઈક પર વિદેશી દારૂ અને બિયરની બોટલ ભરી આવનાર બુટલેગર પોલીસને જોઈ બાઈક રોડ પર નાખી દઈ નાસી ગયો હતો. પોલીસનો પીછો ટૂંકો પડતા પોલીસે હાઈસ્પીડ બાઈક અને ૨૫ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સંતોષ માનવો પડ્યો હતો.



- Advertisement -

મોડાસા ટાઉન પી.આઈ નીતિમીકા ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બ્લોક ફેક્ટરી-ખલીકપુર કાચા રસ્તા પર પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરીને બુટલેગર પસાર થવાનો છે બાતમી મળતા પોલીસ તાબડતોબ બાતમી આધારિત કાચા રોડ પર પહોંચી નાકાબંધી કરી હતી. પોલીસ બંદોબસ્ત જોઈ બજાજ પલ્સર-૨૨૦ (ગાડી.નં-GJ-31-E-9695) પર સવાર બુટલેગર બાઈક રોડ પર નાખી નાસી છૂટ્યો હતો. પોલીસે બાઈક પર કોથળામાં બાંધેલી વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન નંગ-૩૬ કિં. રૂ. ૨૫૨૦૦/- તથા બાઈક કિં. રૂ. ૭૦૦૦૦/- મળી કુલ રૂ.૯૫૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular