Wednesday, May 13, 2026
HomeGujaratVadodara : દેશમાં બનવાના છે 40 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, પ્રથમ પ્લેન ટેસ્ટિંગ...

Vadodara : દેશમાં બનવાના છે 40 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, પ્રથમ પ્લેન ટેસ્ટિંગ માટે તૈયાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : ઑક્ટોબર-2024માં વડોદરા ખાતે નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાને ખુલ્લા મુકેલા ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્ષમાં મેઈડ ઈન ઈન્ડિયા લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (Military transport aircraft Made in India) તૈયાર થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટનો વીડિયો સામે આવ્યો છે. સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા થયેલા કરારમાં 16 વિમાન સ્પેનથી તૈયાર આવવાના છે. જ્યારે 40 વિમાન ભારત બનાવવાનું છે. અત્રે નોંધનીય છે કે, દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપનીએ સૈન્ય માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર થયું છે.

ભારતીય વાયુસેનાને આગામી સપ્ટેમ્બર મહિનામાં તેનું પહેલું ‘મેડ ઇન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી છે. આ એરક્રાફ્ટનું ઉત્પાદન વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્ષ (Tata Aircraft Complex) માં કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સામે આવ્યો છે અને આ એરક્રાફ્ટની પહેલી ઝલક જોવા મળી છે. આ કૉમ્પ્લેક્ષ દેશની પ્રથમ ખાનગી ફાઈનલ એસેમ્બ્લી લાઈન છે કે જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular