નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણા (Mehsana) હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે વધુ એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) મહેસાણા હાઇવે પર સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા અને એકત્રિત થયેલા લોકોએ વિજાપુર પોલીસને (Vijapur Police) જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કલોલનું દંપતી આજરોજ સવારે 8 વાગ્યા આપસાસ કારમાં રાજસ્થાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. તે દરમિયાન મહેસાણાની રણછોડપુરા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હતું. બનાવના પગલે હાઈવે પરથી પસાર થતા લોકો પણ એકઠા થઈ ગયા હતા. લોકોએ અકસ્માતની જાણ વિજાપુર પોલસીને કરી હતી, ત્યાર બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે આવીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796