Sunday, May 31, 2026
HomeGeneralવિસનગર તાલુકાના સવાલા ગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ

વિસનગર તાલુકાના સવાલા ગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણા જિલ્લામાં એક મોટી ઘટના પ્રકાશિતમાં આવી છે. વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇ કાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ. આ ઘટનાની જાણ મોડી રાત્રે
વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને થતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે ૩:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.




પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરમાં સવાલા ગામમાં ગઈકાલ રાત્રે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્ન રિસેપ્શન પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રોગરામ માટે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં દિલ્હી દરબાર નામના કેટર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. રિસેપ્શન પ્રોગરામમાં ભોજન લેતાં જ 1000થી વધુ લોકોની તબયત ખરાબ થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝન થઈ જતા સારવાર માટે વિસનગર, વડનગર, મહેસાણાની હોસ્પીટલસમાં લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય અંગે માહિતી લીઘી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.



આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગરની નૂતન હોસ્પિટલમાં ૪૧૦, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૩૦૦, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં ૨૦૬, વિસનગર સી.એચ.સી. માં ૪૪, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં ૫, વડનગર સરકારી હોસ્પિટલમાં ૧૩૫, સી.એચ.સી. ખેરાલુમાં ૭ અને મહેસાણાની હોસ્પિટલમાં ૫૦ આમ કુલ ૧૦૫૭ જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને ઘરે પરત થયા છે. દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી.

- Advertisement -





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular