નવજીવન ન્યૂઝ. સુરત: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારથી ભૂકંપ આવ્યો છે. જેનું એપિક સેન્ટર સુરત બન્યું છે. મહારાષ્ટ્ર સરકારના નારાજ કેબિનેટ મંત્રી તેમના સમર્થકો સાથે ગઇકાલ રાતથી સુરતની એક ફાઇવ સ્ટાર હોટલમાં ધામા નાખ્યા છે. તેમની જોડે શિવસેનાના એક ડઝનથી વધુ ધારાસભ્ય હોવાનું સામે આવ્યું છે. આજે સાવરથી 11 ધારાસભ્ય સુરત આવ્યા હોવાની જાણકારી સામે આવી હતી. તેવામાં હાલ 29 ધારાસભ્ય સુરતની હોટલમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે.
શિવસેનાના નારાજ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્ય સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ ગઇકાલ રાતથી સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હાલ આ હોટલની ફરતે બેરીકેટ્સ લગાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. ઉપરાંત હોટલના સ્ટાફને પણ આઈ કાર્ડ ચેક કર્યા બાદ જવા દેવામાં આવી રહ્યા છે. હોટલમાં એડ્વાન્સ બુકિંગ પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. સવારથી જ હોટલમાં રોકાયેલા લોકો બહાર આવતા નજરે પડી રહ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ અવિશ્વાસ પ્રસ્તાવ કરવા દિલ્હી જવા રહવાના થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યના આગમન બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમના આજના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના રાજકારણના હડકંપ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે, સરકાર પર કોઈ સંકટ ન હોવાનું સંજય રાવતે નિવેદન આપ્યું છે ધારાસભયો સાથે વાતચિત ચાલી રહી છે, સુરતમાં ગયેલા ધારાસભ્યોએ નિષ્ઠાવાન છે, કેટલાક ધારાસભ્યો મુંબઈની બહાર છે, ધારાસભ્યની ઘેરાબંધી કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











