Thursday, June 25, 2026
HomeGujaratવડોદરા પાસે પાણીમાં ફસાયો મધ્યપ્રદેશના મુસાફરોનો ટેમ્પો ટ્રાવેલ્સ, મધરાત્રે બે કલાક રેસક્યું...

વડોદરા પાસે પાણીમાં ફસાયો મધ્યપ્રદેશના મુસાફરોનો ટેમ્પો ટ્રાવેલ્સ, મધરાત્રે બે કલાક રેસક્યું ઓપરેશન કરી 22ને બચાવ્યા, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલોછલ થયા છે. ઉપરાંત રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. તેવામાં અનેક લોકો પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ગઇકાલ મોડી રાત્રે મધ્યપ્રદેશના મુસાફરોની ટેમ્પો ટ્રાવેલ્સ પાણીમાં વડોદરાની નજીક ફસાતા રેસક્યું ઓપોરેશન કરીને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

વડોદરાના નજીક આવેલા બોડેલી ખાતે મધ્યપ્રદેશની ટેમ્પો ટ્રાવેલ્સ પાણીમાં ફસાઈ હતી. જેમાં 22 મુસાફરો સવાર હતા. પાણીમાં ટેમ્પો ટ્રાવેલ્સ ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભારે વરસાદના કારણે નદીનાળાઓ છલોછલ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ધમાકેદાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને નદીનાળાની સપાટી પણ વધી ગઈ છે.

- Advertisement -

મધ્યપ્રદેશની ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર મુસાફરો અમરેલી જવા નીકળ્યા હતા. આ દરમિયાન બોડેલી નજીકના નાની બુમરી ગામ પાસેથી પસાર થતાં સમયે નાળા ઉપરથી ચારથી પાંચ ફૂટ પાણી વહેતું હોવાથી ટેમ્પો ટ્રાવેલ્સ પાણીમાં ફસાયું હતું. પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે વાહનમાં બેઠેલા મુસાફરો નીચે ઉતારી શકે તેમ ન હતા. જેથી સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્થળની નજીક જ વડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર યુવરાજ ગઢવી તેમની ટીમ સાથે હાજર હોવાથી બનાવના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઇવર, ક્લીનર સહિત 22 મુસાફરોને દોરડાના સહારા વડે બહાર કાઢ્યા હતા. ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સને પણ પાણીમાંથી બહાર કાઢ્યું હતું. 2 કલાકના રેસક્યું ઓપરેશન બાદ તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular