Thursday, April 30, 2026
HomeGujaratદારૂ પીનારો માણસ ખોટું બોલતા નથી આવું સરકાર ખુદ માને છે જુઓ...

દારૂ પીનારો માણસ ખોટું બોલતા નથી આવું સરકાર ખુદ માને છે જુઓ Video

- Advertisement -

નવજીવન અમદાવાદ: દેશમાં કોરોનાને કારણે દેશની રાજય સરકારો અને કેન્દ્ર સરકાર દેશના લોકો રસી મુકાવે તેવા તમામ પ્રયત્ન કરે છે, ખાસ કરી દેશના જે વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ છે તેવા વિસ્તારમાં સરકાર લોકો રસી લે તે માટે વિવિધ પ્રકારના પ્રલોભન આપે છે, અમદાવાદના જ કેટલાંક વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તેલનું વિતરણ કરવામામં આવ્યુ હતું.



- Advertisement -

પરંતુ મધ્યપ્રદેશના ખંડવા વિસ્તારમાં રસીકરણ ઓછુ હોવાને કારણે મધ્યપ્રદેશ સરકારે નવતર પ્રયોગ કર્યો જેમાં જેમણે બે રસી લીધી નથી તેમને દારૂ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો, દારૂની દુકાને દારૂ ખરીદનાર ગ્રાહકે જો બે રસી લીધી નથી તો દારૂ નહીં મળે તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, આ અંગે ખંડવાના આબકારી અધિકારી આર પી કિરારે આ જાહેરાંત કરી હતી, પરંતુ આ પરિષદમાં પત્રકારે સવાલ પુછયો કે કઈ રીતે ખબર પડશે તે ગ્રાહકે બે રસીના ડોઝ લીધા છે કે નહીં તો તેમણે જવાબ આપ્યો હતો કે અમારો અનુભવ છે કે દારૂ પીનારો માણસ ખોટુ બોલતો નથી જુઓ વિડીયો

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular