Friday, April 17, 2026
HomeGeneralકૃષ્ણ અને સુભદ્રા પરના વિવાદ પર સી.આર પાટીલે ભૂલ સ્વીકારી માફી માગી

કૃષ્ણ અને સુભદ્રા પરના વિવાદ પર સી.આર પાટીલે ભૂલ સ્વીકારી માફી માગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા માધવપુરના શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળામાં ઉપસ્થિતિ વખતે વિવાદિત નિવેદન આપ્યું હતું. ભગવાન કૃષ્ણ અને સુભદ્રાને પતિ-પત્ની જણાવી સી આર પાટિલે ભાંગરો વાટ્યો હતો. જો કે આ નિવેદન બાદ ચારે કોર તેમની ટીકા થઈ હતી. વિવાદિત નિવેદન બાદ માફી માગે એવી માંગણીઓ ઉઠી હતી.



સી.આર.પાટીલે વિડીયો જાહેર કરીને પોતાના વિવાદિત નિવેદન અંગે માફી માંગતા જણાવ્યુ હતું કે, “થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમ દરમિયાન શરતચૂકથી મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી અને ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સુધારી લીધી હતી. પરંતુ કેટલાંક યુવાનો દ્વારા મારા પર ફોન આવ્યો હતો અને આ મામલે માફી માંગવામાં આવે એવો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં ફોન પર પણ તેઓની માફી માંગી લીધી હતી. એટલું જ નહીં એ પછી કેટલાંક યુવાનોએ મને દ્વારકા આવીને પણ માફી માગવાનો આગ્રહ કર્યો હતો. મારા વક્તવ્ય દરમિયાન માત્ર નામ લેવામાં ભૂલચૂક થઈ હતી. ભૂલ એ ભૂલ છે અને કોઈપણ દલીલ વગર હું સ્વિકારૂ છું અને માફી માગું છું. મારા વક્તવ્ય દરમિયાન થયેલી ભૂલના કારણે કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દૂભાઈ હશે તો એના માટે હું ફરીથી માફી માંગુ છું અને અનૂકુળતાએ હું સમગ્ર મામલે દ્વારકા જઈને પણ હું માફી માગી લઈશ.

માધવપુરમાં બે વર્ષ બાદ યોજાયેલા શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં ભૂલ કરી દીધી હતી.શ્રીકૃષ્ણ અને રૂકમણીને બદલે શ્રીકૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે, સુભદ્રાએ પત્ર લખ્યો એ પછી ભગવાન કૃષ્ણએ તેમનું અપહરણ કર્યું. પોતાના વ્યક્તવ્યમાં તેઓ ભગવાન કૃષ્ણ અને સુભદ્રાનો જ ઉલ્લેખ કરતા રહ્યા હતા, આ નિવેદન સાંભળીને ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ બાબતે સી.આર.પાટીલે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular