Saturday, June 3, 2023
HomeGeneralઅમદાવાદ: જૂની પેન્શન યોજના લાગુ કરવા અધિકારી સભાનું આયોજન, પોલીસે સભા પહેલા...

અમદાવાદ: જૂની પેન્શન યોજના લાગુ કરવા અધિકારી સભાનું આયોજન, પોલીસે સભા પહેલા જ કર્મચારીઓને ડીટેઈન કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના નિકોલ ખાતે શહિદ વીર મંગલપાંડે ઓડિટોરિયમ ખાતે આજે નવી પેન્શન યોજના નાબૂદ કરવા અને જૂની પેન્શન લાગૂ કરવાના મુદ્દે કર્મચારી અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સભા શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી જતાં સભામાં જોડાવનારા કર્મચારીઓને ડીટેઈન કરવામાં આવ્યા છે.



સમગ્ર દેશમાં જૂની પેન્શન લાગુ કરવા અને નવી પેન્શન યોજનાને નાબૂદ કરવા NMOPS સંસ્થા લડત આપી રહી છે. જેના કારણે રાજસ્થાન અને ઝારખંડમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં સફળતા મળી હતી. ત્યારે હવે આ સંસ્થા દ્વારા ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે પ્રયાસ કરી છે. આ સંસ્થા અને ટીમ ops ગુજરાત દ્વારા અમદાવાદના નિકોલમાં કર્મચારી અધિકારી સભાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી અધિકારી સભામાં જૂની પેન્શન યોજના લાગૂ કરવા, ફીક્સ પગાર, આઉટસોર્સિંસ પ્રથા નાબૂદ કરવા, સાતમા પગાર પંચના ભથ્થા ચાલુ કરવા વગેરે જેવા મુદ્દાઓને લઈને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સભા શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી જતાં સભા અંગે પોલીસ પરમીશન ન હોવાનું જણાવીને કર્મચારીઓને ડીટેઈન કરવામાં આવ્યા હતા.

આ બાબતે નવજીવન ન્યૂઝ દ્વારા આશુતોષ સોલંકી સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, જૂની પેન્શન લાગુ કરવા જેવા મુદ્દાઓ માટે નિકોલ ખાતે શહિદ વીર મંગલપાંડે ઓડિટોરિયમ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પરમીશન AMC પાસેથી લીધી હતી. ઉપરાંત રેલી કે વિરોધ પ્રદર્શન જેવો કોઈ કાર્યક્રમ ન હોવાથી આ સભા અંગે પોલીસને મૌખિક જાણ કરવામાં આવી હતી. પરંતુ ગઇકાલે સાંજે AMC દ્વારા પોલીસ પરમીશન ન હોવાનું કહીને સભાની પરમીશન રદ્દ કરવામાં આવી હતી. જ્યારે આજે સવારે સભામાં જોડાવવા માટે કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને ડીટેઈન કરવામાં આવ્યા હતા.



કર્મચારી અધિકારી સભામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, NMOPSના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુ, પ્રવિણ રામ યુવા નેતા, રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ, ચંદ્રિકાબેન સોલંકી પ્રમુખ મહિલા શક્તિ સેના, ભરતેન્દુ રાજગોર અધ્યક્ષ ટીમ OPS ગુજરાત, એડવોકેટ સુબોધ કુમુદ યુવા આંદોલનકારી, સરદાર અમરીકસિંગ જોઈન્ટ સેક્રેટરી NMOPS, રાજેન્દ્ર પાલ જનરલ સેક્રેટરી FANPSR, મહામંત્રી ગુજરાત જન અધિકાર મંચના પિયુષભાઈ પરમાર ઉપસ્થિત રહેવાના હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular