Friday, September 25, 2026
HomeGujaratમાર્ચમાં કરવાના હતા લગ્ન, મહિલા લિવ ઇન પાર્ટનરે સૂતેલા પ્રેમીને ગળું દબાવી...

માર્ચમાં કરવાના હતા લગ્ન, મહિલા લિવ ઇન પાર્ટનરે સૂતેલા પ્રેમીને ગળું દબાવી પતાવી દીધો

- Advertisement -

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વર્ષથી લીવ ઇનમાં રહેતી રેલવેની કર્મચારી રેખા રાઠવાઓ તેના પાર્ટનર સચિન રાઠવાની હત્યા કરી નાખી.

પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી રેખા વસાવા મૂળ છોટાઉદેપુરની રહેવાસી હતી અને સચિન ગણપતભાઇ રાઠવા સાથે પ્રેમસંબંધ બાદ તેઓઓ સગાઇ કરી હતી. હાલ તેઓ લીવ ઇનમાં રહેતા હતા અને આગામી માર્ચ મહિનામાં લગ્ન કરવાના હતા.

- Advertisement -

જો કે સચિન રાઠવાએ લગ્ન માટે ઇનકાર કર્યો હતો. બંનેને શંકા હતી કે તેઓના અન્ય સાથે પણ સંબંધ છે. જેથી બંને વચ્ચે મનદુખ થયું હતું. દરમિયાન સચિન રાત્રે ઉંઘતો હતો ત્યારે રેખાએ તેના દુપટ્ટાથી ગળું દબાવી સચિનની હત્યા કરી હતી અને તેને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થયાનો ખુલાસો થતાં આરોપી રેખાની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક સચિનના પિતા ગણપત રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે મારા દિકરાની હત્યામાં રેખા સહિત અન્ય વ્યક્તિ પણ સામેલ હોવો જોઇએ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular