Wednesday, February 18, 2026
HomeGujaratકચ્છમાં AMULની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુ વ્યક્તિઓને...

કચ્છમાં AMULની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનીંગ, તપાસના આદેશ અપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: Kutch News: સામાન્યપણે જ્યારે પણ ઝાડા-ઊલટી જેવી બીમારી થતી હોય છે ત્યારે ડોક્ટરો દ્વારા દહીં અને છાશનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પણ જ્યારે દહીં અને છાશથી જ ફૂડ પોઈઝનીંગ (Food Poisoning) જેવી બીમારી થાય ત્યારે દોશ કોને આપવો? આવી જ એક ઘટના કચ્છમાં (Kutch) બનવા પામી છે. દૂધમાંથી બનેલા દહીં અને છાશ થકી જ લોકોને ડાયરીયા થવાનું સામે આવ્યું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનીંગની શક્યતાઓ મોટાભાગે દૂધની બનાવટોમાં જોવા મળે છે. છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા અમૂલે (AMUL) પોતાનો માલ બજારમાંથી પરત ખેચી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.

કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે તપાસ કરતાં સામે આવ્યું કે, અમૂલના દૂધ, દહીં અને છાશનો ઉપયોગ કરવાના કારણે લોકોને ઝાડા જેવી બીમારી થઈ છે. જે-જે સ્થળોએ આ માલ ગયો છે અને જેઓએ અમૂલના દૂધ, દહીં અને છાશનું સેવન કર્યું છે તેમને પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ કરી હતી. ઘણા લોકો ભૂજની જનરલ હોસ્પીટલમાં સારવાર માટે પહોચ્યા હતા. અમૂલ પ્રોડક્ટના સેવનથી જ ઝાડાના કેસ વધ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

- Advertisement -

ભૂજમાં જિલ્લા ટીબી સેન્ટરની તાલીમ બાદ 25 કર્મચારીઓએ પણ ભોજન કર્યું હતું. જેમાં અમૂલ ડેરીની છાશ પીધા બાદ તમામે ઝાડા થયાની ફરિયાદ કરી હતી. એરફોર્સમાં અમૂલ ડેરીમાંથી સીધો માલ મોકલવામાં આવે છે, ત્યારે ત્યારે સૌથી પહેલા એરફોર્સના કર્મચારીઓ જ શિકાર બન્યા છે. ભૂજ એરફોર્સમાં 50 અને અબડાસામાં ભાનાડા એરફોર્સમાં 200 કર્મચારીઓને એકસાથે ઝાડા થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મુન્દ્રાની લેબર કોલોનીમાં 200થી વધુ કેસ હોવાનું સામે આવ્યું છે. અમૂલની પ્રોડક્ટના સેવન બાદ ભૂજમાં લોકોને ઝાડા થયાની ફરિયાદ ફૂડ વિભાગને મળતા સોમવારે બપોર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

બનાવને પગલે કચ્છના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, જીલ્લામાંથી અને જગ્યાએથી અમૂલ દૂધ, દહીં અને છાશનું સેવન કર્યા બાદ અનેક લોકોને ડાયેરિયા અને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હોવાની માહિતી મળી છે. જ્યારે અધિક જિલ્લા કલેકટરે પણ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ લોકોને એક દિવસ અમૂલની પ્રોડક્ટ લેવાનું ટાળવા અપીલ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular