નવજીવન.ગાંધીનગરઃ ગુજરાતમાં કુંવરબાઈ મામેરા યોજનામાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે બદલાવ કરીને એક મોટો નિર્ણય કયો છે. જેમાં સહાય મેળવવા માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે આધાર પુરાવા માટે લગ્નની કંકોત્રી જોડવાનો નિયમ રદ્દ કર્યો છે. ઉપરાંત હવે પુન:લગ્નમાં પણ કુવરબાઈ યોજનાનો લાભ મેળવી શકશે.
અનુસુચિત જાતિઓની કુમારીકાઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12000 સુધીની સહાય મળે છે. કુટુંબ દીઠ બે પુખ્તવયની કન્યાઓના લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળે છે. અત્યાર સુધી પુન:લગ્નના કિસ્સાઓમાં આ યોજના હેઠળ લાભ મળવા પત્ર ન હતો. તે જોગવાઈ રદ્દ કરીને હવેથી પુન:લગ્નના કિસ્સાઓમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે.
ઉપરાંત આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી સાથે આધાર પુરાવા માટે લગ્નની કંકોત્રી આધાર તરીકે રખવાનું હતું. જે હવેથી રદ્દ કરવામાં કરવામાં આવ્યું છે અને સમાજ કલ્યાણ નિરીક્ષકને સ્થળ તપાસ કરવાની જોગવાઈ પણ રદ્દ કરવામાં આવી છે. ડૉક્યુમેન્ટસના આધારે અરજીને મંજૂરી આપવાની રહશે. આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવાનું રહેશે.
![]() |
![]() |
![]() |











