નવજીવન ન્યૂઝ. ખેડા: Kheda Rain : આજે વહેલી સવારથી જ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જગ્યાઓએ ધોધમાર વરસાદ (Varsad) વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતનાં અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડામાં (Kheda) પણ આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ત્યારે ખેડાના સોવાલિયા બજાર વિસ્તારમાં આવેલી SBI બેંકની શાખામાં પાણી ભરાઈ (Waterlogging in SBI Bank) ગયું હતું. જેના ફોટોસ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારથી ખેડામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોવાલિયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે સોવાલિયા બજારમાં આવેલી SBI બેંકની શાખામાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે બેંકના કર્મચારીઓ બેંકનું કામ મૂકીને બેંકમાંથી પાણી કાઢતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત બેંકના લોકોરમાં પડેલ્લા ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના અને બેંકમાં રહેલી રોકડ રકમને અન્ય જગ્યાએ સ્થળાંતરીત કરવા પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિઝનના શરૂઆતી વરસાદમાં જ અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોને નુકશાન પણ થઈ રહ્યું છે, ત્યારે સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાં પહેલા તંત્ર દ્વારા પ્રિમોનસૂન કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, તેમ છતાં દર વર્ષે વરસદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો નાગરિકોને સામનો કરવો પડે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796