નવજીવન. મુજફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના કેટલાક નેતાઓએ કેોન્દ્ર સરકારના તે નિર્ણયનો વિરોધ કર્યો છે જેમાં વિવાહ માટે દીકરીઓની લઘુત્તમ ઉંમર કાયદાકીય રીતે વધારવાનો પ્રસ્તાવ છે. તેમનું કહેવું છે કે તેનાથી સમાજ પર ખરાબ અસર થશે અને મહિલાઓ સામેના ગુનાઓમાં વૃદ્ધી થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે દીકરીઓના વિવાહની લઘુત્તમ ઉંમર હાલની 18 વર્ષથી વધારીને પુરુષોના બરાબર 21 વર્ષના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. સરકારની તરફથી સંસદના હાલના શીયાળુ સત્રમાં તેના સંબંધિત બાળ વિવાહ નિષેધ અધિનિયમ – 2006માં સંશોધનના માટે ધારો લાવ્યાની સંભાવના છે.
કાલાખંડે ખાપના વડા ચૌધરી સંજય કાલખંડેએ જણાવ્યું હતું કે છોકરીઓના લગ્નની ઉંમર વધારવાના નિર્ણયની સમાજ પર “ખરાબ” અસર પડશે. તેમણે કહ્યું કે આજે યુવાનોની ટેકનોલોજી (સામાજિક) સુધી પહોંચવાને કારણે 14 વર્ષની છોકરી પણ લગ્ન માટે પૂરતી પરિપક્વ છે. એ જ રીતે ગઠવાલ ખાપના વડા બાબા શ્યામ સિંહે કહ્યું કે લઘુત્તમ વય વધારવાના નિર્ણયથી મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં વધારો થઈ શકે છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









