નવજીવન ન્યુઝ. ખંભાળીયા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ નેતાઓ હવે રાજકીય શતરંજ ખેલવા લાગ્યા છે. ત્યારે દેવભૂમી દ્વારકાની ખંભાળીયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી સામે લડતા વિક્રમ માડમે એક સભામાં ચારણ ગઢવી સમાજના મતદારોને રીઝવવા ગજબ પ્રયાસ કર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દેવભૂમી દ્વારકા જિલ્લાની ખંભાળીયા બેઠક પર ચૂંટણીમાં ખરાખરીનો જંગ હોય તેવી સ્થિતી છે. આ બેઠક પરથી ‘આપ’ના ઈસુદાન ગઢવી, કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મુળુ બેરા ચૂંટણી લડી રહ્યાં છે. આ ત્રણેય નેતાઓ દિગ્ગજ છે અને આહિર તેમજ ચારણ ગઢવી સમાજના મતોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. ત્યારે હવે ત્રણેય ઉમેદવારો મતનું વિભાજન કરવાના ગણીત પર કામ કરતા હોય તેમ જણાય છે.
દ્વારકાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ….
— Dhwani Rohini (@DhwaniRohini) November 15, 2022
જેમણે આ જ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવી માટે ખુબ સરસ વાત કરી@AAPGujarat @INCGujarat @isudan_gadhvi #GujaratElections2022 pic.twitter.com/KuNPIKqjTF
ત્યારે એક સભામાં વિક્રમ માડમે ઈસુદાન પર ભાજપ કાર્યલય કમલમ પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કેસ મામલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગઢવી મારા હરીફ ઉમેદવાદ છે, તંદુરસ્તીથી લડશું જો જનતા ઈસુદાન ભાઈને મત આપી જીતાવશે તો તેને ખભ્ભે બેસાડી અભિનંદન આપીશું. આ તો જનતાનો અધિકાર છે કે મત કોને આપવા. પણ એ ગઢવીનો દિકરો ભાજપ કાર્યલય પર બપોરે 12 વાગ્યે 100 માણસોનું ટોળું લઈને જાય અને તેના પર તેવો આક્ષેપ કરે તે મા, બેન, દિકરીની આબરૂ લુંટવા માટે ગયા હતા. શરમની વાત છે… શરમની… ગઢવીનો દિકરો હોય તો કોઈકનો કાંઠલો પકડી લે એ બને, પણ કોઈ મા, બેન, દીકરીની આબરું લૂંટવા ન જાય… તેના પર કદાચ ભાજપ કાર્યલય પર તોડફોડ કરવા આવ્યાનો કેસ કર્યો હોત તો મને વાંધો ન હતો. આ હું વિધાનસભામાં પણ બોલ્યો છું. મને ભાજપના મિત્રોએ કહ્યું કે આ તો તમારા વિરોધ પક્ષનો છે. પણ જે મિત્રો દિલના હોય તે દિલના હોય. તેની ખાનદાનીની વાત કરવાની હોય તેની હલકી વાત કરે તે મને ન ગમે…’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() |