Monday, May 4, 2026
HomeGujaratકોંગ્રેસના MLAને ટિકિટ મળતા જ PM મોદીને યશસ્વી કહીં વખાણ કર્યા

કોંગ્રેસના MLAને ટિકિટ મળતા જ PM મોદીને યશસ્વી કહીં વખાણ કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીટાણે અનેક નેતાઓ વાણીવિલાસના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓના જ્યારે શૂર બદલાતા ત્યારે ભાજપમાં એન્ટ્રીની ચર્ચો થતી હોય છે. કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર તરીકે એક દિવસ અગાઉ જ ઈમરાન ખેડાવાલાની જાહેરાત થઈ છે. જોકે તેમનો ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ઈમરાન ખેડાવાલાને એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પીએમ મોદીના વખાણ કરતાં અનેક તર્કવિતર્ક શરૂ થયાં છે. તેમણે વડાપ્રધાન મોદીને યશસ્વી પણ કહ્યા હતા.

અમદાવાદમાં જમાલપુર ખાડિયાના કોંગ્રેસના સિંટિંગ MLA ઈમરાન ખેડાવાલાએ PM મોદીના જોરદાર વખાણ કર્યા છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ PM મોદીને “સફળ વડાપ્રધાન” ગણાવ્યા છે. PM મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, તેઓ મારું ગૌરવ છે. “હું દેશના વડાપ્રધાન વિરુદ્ધ કંઈ બોલીશ નહીં. દેશના સફળ PM નરેન્દ્ર મોદી દેશના 130 કરોડ લોકોના વડાપ્રધાન છે. તેમણે મારા પણ વડાપ્રધાન છે, તેમણે કોઈ હિન્દુ ધર્મના વડાપ્રધાન નથી. મને નરેન્દ્ર મોદી પર ગર્વ છે.

- Advertisement -

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, હું તેમને ગર્વથી મારા વડાપ્રધાન કહું છું. તેઓ દેશના વડા પ્રધાન છે. તેઓ ગુજરાતના છે, તેઓ BJPના વડાપ્રધાન નથી, આ માટે મને ગર્વ છે કે તેઓ દેશના વડા પ્રધાન છે. હું કેમ વડાપ્રધાન મોદીને ફરિયાદ કરીશ ? તેઓ દેશના વડાપ્રધાન છે, મારે ધર્મની રાજનીતિ નથી કરવી, તેઓ દેશના સેવક છે, મને હિંદુઓના મત પણ મળે છે. દરેકના જુદા જુદા મંતવ્યો છે. હું દેશના વડાપ્રધાનનું સન્માન કરું છું. દેશના વડાપ્રધાન માટે હું કંઈ બોલીશ નહીં. હું આવું ક્યારેય ન કહી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ તેમનું નામ જમાલપુર-ખાડિયા બેઠક પરથી જાહેર કરવામાં આવ્યું હતું, જોકે નામ જાહેર થયા બાદ તેમણે PM મોદીના વખાણ કરતા ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જોવા મળ્યા હતા. એક અહેવાલ અનુસાર NSUI દ્વારા તેમની ઓફિસ પર તોડફોડ પણ કરવામાં આવી હતી. ઉપરાંત ઈમરાન ખેડાવાલાને ભાજપનો એજન્ટ પણ ગણાવ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular