નવજીવન ન્યૂઝ. જયપુર: રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Karni Sena) પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને (Sukhdev singh gogamedi) ગોળી મારી દેવામાં આવી છે. સુખદેવ સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક બની હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે ફાયરિંગ અને હત્યાની આ ઘટના બાદ હવે શહેરભરના પોલીસ અધિકારીઓએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ફાયરિંગના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ નજીકમાં લગાવેલા CCTV ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, થોડા સમય પહેલા જયપુરના શ્યામ નગર વિસ્તારમાં ગોગામેડીના ઘર પાસે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગની આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર પહોંચતા જ તેમના સમર્થકો અને સમાજ સાથે જોડાયેલા લોકો હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. પરંતુ તેમને હોસ્પિટલમાં જવા દેવામાં આવ્યા ન હતા. ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ શહેરમાં વાતાવરણ ન બગડે તે માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
આ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ ગોગામેડી પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. તે સમયે આનંદપાલના મૃતદેહને લઈને ઘણા દિવસો સુધી દેખાવો થઈ રહ્યા હતા. તે પછી ગોગામેડીનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું.
સુખદેવ સિંહ ગોગામેડી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સુખદેવ સિંહ ગોગામેડીએ તેમના સેટ પર પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડીએ ફિલ્મ પદ્માવતી વિરુદ્ધ સતત મોરચો શરૂ કર્યો અને દેશભરમાં તેનો વિરોધ કર્યો, જેના પરિણામે ફિલ્મ નિર્માતાએ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવું પડ્યું અને તેમાંથી ઘણા દૃશ્યો પણ હટાવી દીધા. આ પછી સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમાજમાં યુવાનોમાં ખૂબ પ્રખ્યાત ચહેરો બની ગયો. સુખદેવ સિંહે 2018ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી ભદ્રમાંથી ટિકિટ માગી હતી, જે સુખદેવ સિંહને મળી ન હતી. છેલ્લા ઘણા સમયથી સુખદેવ સિંહની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે અથડામણના અહેવાલો હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








