Sunday, November 8, 2026
HomeGujarat'પુત્ર અમારા કહ્યામાં નથી, તમામ મિલકતોમાંથી બેદખલ કરીએ છીએ' સુરજ ભૂવાના માતાપિતાએ...

‘પુત્ર અમારા કહ્યામાં નથી, તમામ મિલકતોમાંથી બેદખલ કરીએ છીએ’ સુરજ ભૂવાના માતાપિતાએ આવું કેમ કર્યું જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ સુરજ ભુવા નામના શખ્સે એક યુવતી સાથે દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. જે મામલાને લઈને સુરજ ભુવાના માતાપિતાએ નોટિસ જાહેર કરતાં મિલકતમાંથી બેદખલ કર્યાની વિગતો જાહેર નોટિસ રૂપમાં આપી હતી. તેમણે સમાજમાં બદનામી થતી હોવાને કારણે નોટિસ આપી હતી કે, અમારો પુત્ર અમારા કહ્યામાં નથી રહ્યો, જેથી અમે અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ.



નોટિસમાં તેમણે લખ્યું છે કે, લાખાભાઈ સામતભાઈ સોલંકી, હંસાબેન લાખાભાઈ સોલંકી કે જે રહે જુનાગઢનાએ જાહેર નોટિસ આપતા જાણ કરી રહ્યા છે કે, અમારા પુત્ર સુરજ લાખાભાઈ સોલંકી અમારા કહ્યામાં નથી અને સમાજમાં અમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા આવ્યા છે અને મનસ્વી રીતે જીવન જીવે છે.

તેમણે કહ્યું કે, અમે સુરજને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની મિલકતમાં સુરજને કોઈ હક કે હિસ્સો રહેશે નહીં. સુરજ કોઈપણ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા, બેન્ક, સરકારી બેન્ક, અર્ધ સરકારી બેન્ક કે કોઈપણ ઓથોરિટી પરત્વે કોઈ પણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તેમાં અમારી જવાબદારી કે કોઈ પ્રકારે બંધન કર્તા રહેશે નહીં જેની નોંધ લેવી.

- Advertisement -



ઉલ્લેખનીય છે કે અગાઉ 26મી ફેબ્રુઆરીએ યુવતીએ સુરજ ભુવા સામે ફરિયાદ કરી હતી જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે સુરજ ભુવા પાસે દાણા જોવડાવા ગઈ હતી જે પછી સુરજ સાથે તેનો સંપર્ક થયો અને તે પછી દસ મહિના સુધી તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. જે મામલો ભારે ચકચારી બન્યો હતો. બે સંતાનનો પિતા સુરજ ભુવો પછી રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે સુરજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, આ છોકરી તેને બદલનામ કરવા માગે છે અને તેના માટે 25 લાખ, થ્રી બીએચકે ફ્લેટ અને કાર તથા બુલેટ માગે છે. તેણે કહ્યું કે તેની પત્ની સહિત પરિવારને છોડી તે યુવતી સાથે સમાધાન કરી મૈત્રી કરારથી રહેવા ગયો હતો.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular