Wednesday, July 22, 2026
HomeGeneralજામનગરમાં બોરવેલમાં ફસાયેલી બાળકીના મૃત્યુ બાદ વાડીના માલિક સામે નોંધાયો મનુષ્યવધનો ગુનો

જામનગરમાં બોરવેલમાં ફસાયેલી બાળકીના મૃત્યુ બાદ વાડીના માલિક સામે નોંધાયો મનુષ્યવધનો ગુનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગર (Jamnagar)જિલ્લાના તમાચણ ગામે રમતા-રમતા બે વર્ષની બાળકી 35 ફૂટ ઉંડા બોરમાં ફસાઈ (Stuck in Borewell) હતી. જેને કાઢવા 21 કલાકથી વધુ સમય રેસ્કયૂ ઓપરેશન (Rescue Operation) ચાલ્યુ હતુ. પરંતુ કમનસીબે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે પંચકોશી પોલીસે (Panchkoshi Police) વાડીના માલિક સામે મનુષ્યવધનો (Manslaughter) ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં વાડીના માલિકે કારણ વગર બોર ખુલ્લો રાખ્યો હોવાના કારણે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના તમાચણા ગામે શનિવારના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં બે વર્ષીય બાળકી રોશની વાડીમાં રમતા-રમતા ખુલ્લા પડેલા બોરવેલ પડી ગઈ હતી. જોકે શોધખોળ હાથધરતા બાળકી બોરવેલ ફસાઈ હોવાનું સામે આવ્યું હતુ. જેમાં ફાયરબ્રિગેડ અને NDRF તેમજ આર્મીની ટીમ પણ બાળકીને બચાવવા કામે લાગી હતી. સતત 21 કલાક જેટલું રેસ્કયૂં ઓપરેશન ચાલ્યુ હતું, પરંતુ બાળકીને બચાવી શકાઈ ન હતી.

- Advertisement -

બોરવેલમાં પાણીનું સ્તર ઉપર આવી જતા બાળકીનું મોત નિપજ્યું હતુ. રેસ્કયૂ ટીમ દ્વારા બાળકીને બચાવવા તમામ પ્રયાસો હાથધર્યા હતા, પરંતુ અંતે બાળકીને બચાવવામાં નિષ્ફળ મળી હતી. જે બાદ વાડીના માલિક ચંદુ ગોહિલ સામે સ્થાનિક પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બિન ઉપયોગી વાડીનો બોર ખુલ્લો રાખવામાં આવતા આ ઘટના સર્જાઈ હોવાનું કહેમાં આવી રહ્યું છે.

રોશનીને બોરવેલમાંથી કાઢવા માટે JCBની મદદ લેવાઈ હતી અને બોરવેલ બાજુમાં ઉડોં ખાડો ખોદવામાં આવ્યો હતો. સાથે જ રોબોટની મદદ પણ લેવામાં આવી હતી. 21 કલાકની મહામહેનત બાદ પણ બાળકીનો જીવ બચાવી શક્યો ન હતો. બાળકીના મૃત્યના સમાચાર મળતા માતનું હૈયાફાટરૂદન સામે આવ્યું હતુ અને બાળકીના પિતાએ આ સમ્રગ મામલે વાડીના માલિક ચંદુ ગોહિલ સામે ફરિયાદ નોંધવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular