નવજીવન ન્યૂઝ.રાજકોટઃ Rajkot liquor Den Video Viral: ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર રાજયમાં દારૂબંધીના (Liquor Ban Gujarat) જાહેરમાં લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. જયારે પોલીસ તંત્રના દારૂબંધીના પોકળ દાવાઓ માત્ર કાગળ પર જ ઠરીઠામ દેખાઈ રહ્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી રાજકોટમાં (Rajkot) દારૂના નિયમનો ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરતા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે ફરી એકવાર રાજકોટના આજી ડેમ પોલીસ (Rajkot Police) સ્ટેશન નજીક દારૂની ભઠ્ઠી (Liquor Den) ધમધમતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થયો છે.
પ્રાપ્ત વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન નજીક ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીએ બેસીને લોકો દારૂ પી રહ્યા છે. બુટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ના હોય, તેમ ખુલ્લેઆમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ રાજકોટમાં ઉદ્યોગનગરમાં જાગૃત નાગરિકો દ્વારા બહેન-દિકરીઓની સુરક્ષાને લઈને દારૂના નામે જે પોસ્ટરો લાગ્યા હતા. જેનાથી પંથકમાં ચકચાર મચી હતી. ત્યારે આજે ફરી ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો વાઈરલ થતા પોલીસ તંત્રની કામગીરી ઉપર ઘણાં સવાલ ઉઠી રહ્યા છે. કે જો સોસાયટીના રહિશો જાગૃત થઈને જાહેરમાં પોસ્ટર લગાવી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી શકતા હોય તો પોલીસ કેમ હજી કુંભકર્ણની નિંદ્રામાં છે? કે પછી પોલીસે બુટલેગરો સાથે ભાઈબંધી કરી લીધી છે? આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં દારુબંધી હોવા છતાં આવા ખૂલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને પોલીસ તંત્ર જો આંખ આડા કાન કરી રહી હોય તે જોઈને એવુ લાગી રહ્યું છે કે, દારૂ પ્રતિબંધિત ગુજરાત દીવ બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796