Thursday, April 23, 2026
HomeGujaratમહેસાણામાં હાર્દિકને પ્રવેશબંધી છતાં ગૌરવ યાત્રામાં BJPએ નામ લખ્યું અને હવે કાઢી...

મહેસાણામાં હાર્દિકને પ્રવેશબંધી છતાં ગૌરવ યાત્રામાં BJPએ નામ લખ્યું અને હવે કાઢી નાખ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સૌ કોઈ પાર્ટીઓએ તડામાર તૈયારી શરૂ કરી છે. આવા સમયે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ભાજપની આવતીકાલથી શરૂ થનારી ગૌરવ યાત્રા પહેલા ભાજપએ છેલ્લી ઘડીએ મોટા ફેરફાર કર્યો છે. જેના કારણે હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બન્યા છે.

ગુજરાતમાં ભાજપ દ્વારા આવતીકાલ 12થી 20 ઓક્ટોબર દરમિયાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. બેચરાજીથી માતાના મઢ સુધી આ ગૌરવ યાત્રા યોજાવાની છે. આ યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રસ્તાન કરાવાના છે. ભાજપ કાર્યલય દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીની સાથે તાજેતરમાં ભાજપનો ખેસ પહેરનાર હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓને ઉપસ્થિત રહેવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

- Advertisement -

ભાજપની ગૌરવ યાત્રા શરૂ થાય તે પહેલા જ નિર્ણય કરવામાં આવ્યો છે કે ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. જોકે લગભગ ગુજરાતમાં જે હાર્દિકને જાણે છે તે તમામને એ પણ ખબર છે કે કાયદાકીય બાબતોને કારણે હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ છે જોકે છતાં અગાઉ બહાર પડાયેલા લિસ્ટમાં હાર્દિક પટેલનું નામ ઉમેરાયું હતું. શક્ય છે કે કોઈ ભુલ થઈ હોય પરંતુ ચર્ચા એ પણ છે કે જાણી જોઈએને પહેલા નામ લખાયું અને હવે અચાનક હાર્દિક પટેલનું નામ હટાવાયું છે. સત્ય જે પણ હોય હાલ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર હાર્દિક પટેલને આ કારણે ટ્રોલ થવાનો વખત આવ્યો છે.

આવતીકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે હાર્દિક પટેલ જોડાવવાના હતા પરંતું પાર્ટીએ ફેરફાર કરીને હવે બીજી યાદી બહાર પાડી છે. બેચરાજીથી મહેસાણાના રૂટમાં હવે નીતિન પટેલ સાથે ઋષિકેશ પટેલ, નંદા ઠાકોર અને રજની પટેલના નામ ઉમેરવામાં આવ્યા છે. જોકે હાર્દિક પટેલની બાદબાકી કેમ કરવામાં આવી છે તેની હજુ સ્પષ્ટતા પાર્ટી દ્વારા કરવામાં આવી નથી. આ અંગે નવજીવન ન્યૂઝ દ્વારા હાર્દિક પટેલનો સંપર્ક કરવાના પ્રયત્નો કરાયા હતા જોકે તેમનો ફોન નો રિપ્લાય થયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular