Thursday, June 25, 2026
HomeGeneralગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ રેટ એલર્ટ પર

ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ રેટ એલર્ટ પર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ફરીએકવાર વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. ઉપરાંત અગાઉ વરસાદના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. ત્યારે ફરિએકવાર ગુજરાતમાં વરસાદી માહાલ જામતા 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રશેર સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાતક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ થયો છે.

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટે સુરત, તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર, સોમનાથ, બોટાદ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ભારે વરસાદને પગલે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં NDRFની 13 ટીમને તહેનાદ રાખવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular