Friday, May 1, 2026
HomeGeneralગૃહમંત્રી ગૃહમાં જ ઘેરાયા: દારૂ-ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો હોબાળો, "અદાણી બંદર, ડ્રગ્સ અંદર"ના...

ગૃહમંત્રી ગૃહમાં જ ઘેરાયા: દારૂ-ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો હોબાળો, “અદાણી બંદર, ડ્રગ્સ અંદર”ના સુત્રાચાર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન વિપક્ષ અનેક મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં સરકાર સામે અનેક સવાલો ઉઠાવીને હોબાળો કર્યો હતો. ઉપરાંત દારૂ અને ડ્રગ્સના મુદ્દે સુત્રાચાર અને બેનર પ્રદર્શિત પણ કર્યા હતા.



ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડએ દારૂ-ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનો સવાલ ઉઠાવ્યો હતો જેનો જવાબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. ત્યાર બાદ ઉપનેતા શૌલેષ પરમારે પેટા પ્રશ્નમાં 21 હજાર કરોડના ડ્રગ્સમાં કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ગૃહમંત્રીના જવાબ પહેલા પ કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈને પ્લેકાર્ડ સાથે “અદાણી બંદર, ડ્રગ્સ અંદર, ગૃહમંત્રી રાજીનામું આપે” સુત્રાચાર કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક સુત્રોચ્ચાર અને બેનર પ્રદર્શીત કરતાં હર્ષ સંઘવીએ તેમનો જવાબ રજૂ કરવા અધ્યક્ષનું રક્ષણ માગવું પડ્યું હતું. હર્ષ સંઘવીએ જવાબ રજૂ કરવા રક્ષણ આપો તેવી અધ્યક્ષ સમક્ષ માગ કરી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર એ હદે કર્યો કે અધ્યક્ષે પ્રશ્નોત્તરીકાળના સમય સુધી ગૃહને મુલતવી રાખવું પડયું.



વિધાનસભા ગૃહમાં ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યો હતો કે, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત તરફ જઈ રહ્યું છે. દારૂબંધી છે તો પછી દારૂ ક્યાથી આવે છે?, ગુજરાતની બોર્ડર પરના એસપીની હપ્તા સીસ્ટમને કારણે દારૂ આવે છે, ગુજરાતમાં બે વર્ષમાં 215 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો છે, ડ્રગ્સ ગુજરાતમાં ઘર કરી ગયું છે. શૈલેષ પરમારના આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રી રાજીનામું આપે સહિતના સુત્રોચ્ચાર કર્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular