નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ગત બુધવારે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોએ જીવા ગુમાવ્યો હતો. જે ઘટના પડધા સમ્રગ ગુજરાતમાં પડ્યા છે. તેમ છતાં કેટલાક લોકોના પેટનું પાણી પણ હલતું નથી. હજુ પણ નબીરાઓ જાહેર રસ્તા પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) નબીરાઓ દ્વારા રસ્તાને રેસિંગ ટ્રેક સમજી કાર સાથે સ્ટંટનો એક વિડીયો સામે આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના પ્રશાસને તકેદારીના ભાગેરૂપે નિર્ણય લીધો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ (VC Neerja Gupta) આદેશ કર્યો છે કે, યુનિવર્સિટીના અધ્યાપક, સ્ટાફ, કર્મચારી તેમજ વિદ્યાર્થીઓને સ્ટિકર આપવામાં આવશે. જેની ગાડી પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. જેને લઈ અન્ય બહારથી ગુજરાત યુનિવર્સિટી આવતા નબીરાઓ છે, તેમના પર લગામ લગાવી શકાશે. તેમજ યુનિવર્સિટીમાં કોઈ કામ માટે આવતા લોકોને વિઝિટર પાસની પણ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરીકે ગુજરાત યુનિવર્સિટી છાપ ધરાવે છે. જેમાં અલગ-અલગ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ સમ્રગ ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડવા માટે અહિયાં આવતા હોય છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અંદાજિત 20 હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. તેમજ કેટલાક બહારના લોકો યુનિવર્સિટીમાં આવી રોફ જમાવી વાહનો સાથે સનીસપાટા કરતા હોય છે. જેનો એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાહન પર સ્ટિકર લગાવાની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હશે તેમને આ સ્ટિકર આપવામાં આવશે. તેમજ સ્ટિકર વગર યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં મળે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કર્યો હોવાનું જાણ મળ્યુ છે. સ્ટીકર માટે પણ અલગ-અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફને અલગ સ્ટિકર આપવામાં આવ્યા છે. તેમજ બહારથી યુનિવર્સિટીમાં કામ અર્થે આવતા લોકોને વિઝીટર પાસની પણ સુવિધા કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની ફરતે કુલ 6 જેટલા ગેટ આવેલા છે. જેમાં હવેથી 4 ગેટ બંધ રાખવામાં આવશે અને માત્ર બે જેટલા ગેટ જ લોકોની અવર જવર માટે ખુલ્લા મુકાશે. જેમાં કે. એસ. સ્કુલ તરફનો મુખ્ય ગેટ અને એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ પાસેનો ગેટ ખુલ્લો રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની પાસે રહેલા સ્ટિકર બતાવીને અંદર પ્રવેશ મેળવી શકશે, તેમજ આ યુનિવર્સિટી કારણ વગર અન્ય કોલેજમાંથી ટાઈમપાસ તેમજ સ્ટંટ કરવા માટે આવતા લોકો પર કાબૂ મેળવી શકાશે, તેવું માનવમાં આવી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796