Thursday, June 25, 2026
HomeGeneralસુરતના PIએ વિદ્યાર્થીઓને નાસીપાસ થવાને બદલે કરી હિમ્મત આપનારી વાત, જાણો તેમની...

સુરતના PIએ વિદ્યાર્થીઓને નાસીપાસ થવાને બદલે કરી હિમ્મત આપનારી વાત, જાણો તેમની ધો-12માં નાપાસ થયા બાદ PI બનવાની સફર

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા સાથે અન્ય અભ્યાસક્રમોમાં પરિણામ બાદ નાપાસ થયેલા અથવા પરીક્ષા સારી ન જવાથી નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જઈ અંતિમ પગલું ભરવાના કિસ્સાઓ બનતા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને આવું પગલું ભરતા રોકવા સાથે પરિશ્રમ અને ધગશથી સિદ્ધિ મેળવવાની બાબતે મોટીવેટ કરવા હવે ઉચ્ચ અધિકારીઓએ સમાજમાં આગળ આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન મહત્વની પરીક્ષાઓમાં નપાસ થવા સાથે ઓછા માર્કસથી પાસ થવાની બાબતો જાહેર કરી સમાજમાં દાખલો બેસાડવા જેવું કામ કરી રહ્યા છે.



ગણતરીના દિવસો પહેલા ધોરણ ૧૦ એસ.એસ.સી બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર ડો. સુમેરાએ પોતાની ધોરણ ૧૦ની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી. જેમાં તેઓ ખૂબ ઓછા માર્કસથી પાસ થવા છતાં નાસીપાસ ન થઈ પરિશ્રમ અને ધગશથી સિદ્ધિ મેળવવાનું મનોમન નક્કી કર્યું અને કલેકટર સુધીની સફળતા મેળવી હતી. ત્યારે હવે ભરૂચ કલેક્ટર બાદ સુરત ગ્રામ્ય પોલીસના ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા PI બી.કે.ખાચરે પોતાની ધોરણ-૧૨ની માર્કશીટ સોસિયલ મીડિયામાં જાહેર કરી છે.

થોડા દિવસો પહેલા જ ધોરણ-૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર થયું છે, જેમાં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને તો લોકો દ્વારા સારું પોત્સાહન મળ્યું જ હશે, પરંતુ જે વિદ્યાર્થીઓના માર્ક ઓછા તેમજ નાપાસ થયાં હશે તેવા વિદ્યાર્થીઓની હાલત શુ હશે? આ જ મૂંઝવણને દૂર કરવા માટે સુરત જિલ્લાના ઓલપાડ પોલિસ મથકમાં પોલીસ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.કે ખાચરે પોતાનો અનુભવ સોસિયલ મીડિયામાં શેર કર્યો છે. ઓલપાડ પોલીસ મથકના PI બી.કે.ખાચરે વર્ષ ૨૦૦૨માં ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી, તેઓ પણ ધોરણ ૧૨ની પરીક્ષામાં નાપાસ થયાં હતાં, પરીક્ષામાં નાપાસ થયાં બાદ પણ બી.કે.ખાચર હિંમત હાર્યા નહોતા, કારણકે તેમણે જીવનમાં સફળ થવું હતું. આ જ આશા રાખી બી.કે.ખાચર જીવનના પડાવો પાર કરતાં રહ્યા અને આખરે તેમણે જીત હાંસલ કરી લીધી હતી. આજે પોતાના આ જ અનુભવો શેર કરતાં ઓલપાડ પોલીસ મથકના PI બી.કે.ખાચર કહે છે કે “કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular