Thursday, June 25, 2026
HomeGeneralઅનુસુચિત જનજાતિ સમાજના લોકોએ સુરતમાં ગોપાલ ઇટાલિયાનું પૂતળા દહન કર્યું, જાણો કેમ?

અનુસુચિત જનજાતિ સમાજના લોકોએ સુરતમાં ગોપાલ ઇટાલિયાનું પૂતળા દહન કર્યું, જાણો કેમ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક પક્ષના સમર્થન અને વિરોધનાં અનેક પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસુચિત જનજાતિ સમાજ અને સમતા સૈનિક દળના હોદ્દેદારો દ્વારા ગોપાલ ઇટાલિયાનું પૂતળું દહન કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.



ગુજરાત આમ આદમી પાર્ટીએ તાજેતરમાં પોતાના નવા સંગઠનની જે જાહેરાત કરી તેમાં ‘જય ભીમ’ અને ‘બિરસા મુંડા’ મોરચાની રચના કરવામાં આવી છે જેના વિરોધમાં ગોપાલ ઇટાલિયાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે. અનુસુચિત જનજાતિ સમાજના લોકોનો આક્ષેપ છે કે ગોપાલ ઇટાલિયા જાતિવાદી માનસિકતા ધરાવે છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર રાજકીય લાભ મેળવવા માટે જ ગોપાલ ઇટાલિયાએ બિરસા મુંડા અને જય ભીમ મોરચાની રચના કરી છે.

સમતા સૈનિક દળના પ્રમુખ ભાનુ ચૌહાણે જણાવ્યું કે, “તાજેતરમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવા સંગઠનોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માત્ર બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે તે અન્ય સંગઠનની કોઈ કમિટીને કોઈ મહાપુરૂષને વિભૂતિના નામથી રચના કરવામાં આવી નથી. જેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી. માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ નોંધાવ્યો છે અને આ બાબતની ગંભીરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ લેવી જોઈએ.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular