Sunday, May 31, 2026
HomeGujaratમુંબઈથી વધુ ૨૨૭ કરોડની ભારતીય બનાવટી ચલણી નોટ મળતા કુલ ૩૧૭ કરોડનો...

મુંબઈથી વધુ ૨૨૭ કરોડની ભારતીય બનાવટી ચલણી નોટ મળતા કુલ ૩૧૭ કરોડનો રેકોર્ડબ્રેક જથ્થો થયો

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાના નવી પારડી ગામેથી દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી રૂપિયા 25 કરોડની બનાવટી ભારતીય ચલણી નોટનો જથ્થો મળી આવવાની ચોકાવનારી ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જુદા-જુદા અધિકારીઓની એક ટિમ બનાવી વિવિધ દિશાઓમાં તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જે ઘટનામાં પકડાયેલો આરોપી હિતેશ કોટડીયાની સઘન પૂછતાછ કરતાં બનાવટી ચલણી નોટનો જથ્થો મુંબઈ ખાતે વી. આર. લોજિસ્ટ્રીકસ નામના આગડિયું ચલાવતા વિકાશ જૈન પાસેથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. સાથે નોટનો જથ્થો તેણે પોતાના વતન આણંદ ખાતે રાખ્યો હોવાની માહિતી આપતા પોલીસે તપાસમાં નોટોનો માતબર જથ્થો શોધી વિકાશ જૈનની શોધખોળ હાથ ધરી હતી.

સુરત ગ્રામ્ય પોલીસે સતત વોચ રાખી બનાવટી ચલણી નોટનો મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનને પકડી પડી તેના વિવિધ સ્થળોએ સતત દરોડા પાડી બનાવટી ચલણી નોટનો વધુ ૨૨૭ કરોડનો જથ્થો મળી આવતા કુલ ૩૧૭ કરોડની રેકોર્ડબ્રેક બનાવટી ચલણી નોટનો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસે પકડ્યો છે. બનાવટી ચલણી નોટના રેકેટની મોડેસ ઓપરેન્ડી મુજબ મુખ્ય આરોપી વિકાસ જૈન કે જે વી. આર. લોજિસ્ટિક્સ નામની આગંડીયા પેઢી ચલાવતો આવ્યો હોય તે અન્ય આરોપીઓ સાથે મળી ઉત્તર ભારત ખાતેથી અલગ-અલગ દરની ભારતીય બનાવટી ચલણી નોટોનો જથ્થો છપાવી ટ્રાન્સપોર્ટ મારફત મુંબઈ લાવી પોતાના જુદા જુદા ગોડાઉનમાં છુપાવી રાખતો હતો. જ્યારે વિકાસ જૈન દ્વારા પોતાની આગંડીયા પેઢીની ગુજરાત, મહારાસ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં બ્રાન્ચ ચાલુ કરી રેકેટમાં સામેલ તમામ આરોપીઓ સાથે મળીને ઘટનાને અંજામ આપતા હતા.

- Advertisement -

બનાવટી ચલણી નોટના રેકેટમાં પકડાયેલા તમામ આરોપીઓ ભેગામળી વિકાસ જૈન પાસેથી બનાવટી ચલણી નોટો મેળવી કંપની કે ટ્રસ્ટને ડોનેશન આપવાના કામમાં બનાવટી નોટનો જથ્થો માત્ર વિડીયો કોલ દ્વારા બતાવી તેના બદલામાં ૧૦ ટકા જેટલી રોકડ રકમ એડ્વાન્સ પેટે લઈને છેતરપિંડી કરતા હતા. આખા રેકેટનો માસ્ટર માઇન્ડ વિકાસ જૈન એ ગુનાહિત માનસિકતા ધરાવતો હોય અગાઉ પણ તે મુંબઈ ખાતે ચીટીંગના ગુનામાં પોલીસના હાથે પકડાય ચૂક્યો છે. જ્યારે નોંધનીય બાબત મુજબ પ્રથમ તબક્કે બનાવટી નોટના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓએ બનાવટી નોટ ફિલ્મના વ્યવસાયના કામે લેવાની હોવાનું પોલીસને જણાવ્યું હતું, જ્યારે તપાસ દરમિયાન નોંધાયા મુજબ આખા રેકેટના તમામ આરોપીઓ પૈકી કોઈપણ ફિલ્મ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા ન હોવાથી તે બાબત જૂઠાણું હોવાની વાત નોધાઈ છે.

[મુંબઈથી પકડાયેલા આરોપીઓ]

[૧] વિકાસ પદમચંદ જૈન, દીનાનાથ રામનીવાર યાદવ, અનુષ વીરાંચી શર્મા

- Advertisement -

[કબ્જે કરેલ બનાવટી ચલણી નોટની વિગત]

-ટ્રસ્ટની એબ્યુલન્સ માથી 25 કરોડ

-હિતેશ કોટડીયાના વતન મોટવાડાથી 52 કરોડ

- Advertisement -

-આણંદ ખાતે થી મળી આવેલ 11.40કરોડ

-મુંબઈ ખાતેથી મળી આવેલ 227 કરોડ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular