Sunday, November 8, 2026
HomeGeneralસુરતઃ 38 વર્ષ પછી હવે પિતાને મળશે પોતાના પુત્રનું મરણ સર્ટિ, જાણો...

સુરતઃ 38 વર્ષ પછી હવે પિતાને મળશે પોતાના પુત્રનું મરણ સર્ટિ, જાણો કેમ થવું પડ્યું આટલું પરેશાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ એક પિતા માટે પુત્રનું મૃત્યુ કેટલું પીડાદાયી હોય તે આપણે સારી રીતે સમજીએ છીએ પરંતુ તંત્રની અહીં તહીંની ધક્કા ધક્કીમાં પિતાને પુત્ર મરણ પામ્યો છે તેનું સર્ટિફીકેટ મેળવવામાં કેટલી પીડાઓનો સામનો કરવો પડ્યો હશે. એક દાયકા જેટલી ચાલેલી કાનુની લડાઈ પછી હવે વૃદ્ધ માનસિંહ દેવધરાએ પોતાના ગુમ થઈ ગયેલા પુત્રનું ડેથ સર્ટિ મેળવવામાં સફળતા મળી છે પરંતુ 38 વર્ષ જેટલો લાંબો સમય વિતિ ગયો.



આપણે ત્યાં ભારતમાં ઘણી એવી ઘટનાઓ છે જેમાં કોઈ વ્યક્તિએ લાંબી લડત સરકારી કે બીન સરકારી તંત્ર સામે લડી હોય અને પછી તેમાં તેમને સફળતા મળી હોય. આવા જ એક માનસિંહ દેવધરા પણ છે. માનસિંહનો પુત્ર જિતેન્દ્રસિંહ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. લાંબા સમય પછી પુત્રને મૃત જાહેર કરવા મામલે તેમણે કાયદાનો દરવાજો ખટખટાવ્યો જેમાં લો ઓફ લિમિટેશનના કારણે તેમનો દાવો કરાયો, નીચલી અદાલતોએ અભિપ્રાય આપ્યો કે કોર્ટનો સંપર્ક કરવામાં ખુબ મોડા પડ્યા છો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, માનસિંહનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરતો હતો, તે સુરતમાં તે દરમિયાન પિતરાઈ ભાઈના ઘરે રહેતો હતો. તે 1984માં 31 જાન્યુઆરીએ ગુમ થઈ ગયો હતો. પરિવારે તેને શોધવા માટે પોલીસને પણ જાણ કરી, દૈનિક પત્રોમાં જાહેરાત આપી પરંતુ જિતેન્દ્ર મળ્યો નહીં. જેને કારણે પિતાએ આખરે પોતાના પુત્રની મૃત્યુની ઘોષણા કરવા માટે સુરત સિવિલ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. તેમને એવું હતું કે રેકોર્ડમાં એન્ટ્રી થઈ જશે તો મિલકત પરના ગેરકાયદે દાવાઓ ટાળવા શક્ય બનશે.



હવે સિવિલ કોર્ટે પુત્ર ગુમ થયાના પુરાવા રજૂ રવા કહ્યું, તેમણે પોતાની પાસે જે પણ પુરાવા રુપે રજૂ કરી શકાય તે રજૂ કર્યું અને કોર્ટે આખરે 2006માં સુરતના પુરમાં રેકોર્ડ ધોવાઈ ગયા છે તેવું કહ્યું. 2016માં કોર્ટે તેમના દાવાને એમ કહી ફગાવ્યો કે તેમણે પુત્ર ગુમ થયાના દસ વર્ષની અંદર અંદર કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ ગયા ત્યાં પણ તેમને નિરાશ થવું પડ્યું આખરે તેમણે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો.

- Advertisement -

હાઈકોર્ટમાં જસ્ટિસ એ પી ઠાકરે તેમની અરજને ગ્રાહ્ય રાખી અને તેમના પુત્રનું મૃત્યુ થયાનું જાહેર કરવા સરકારને આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પરિવારે માત્ર 7 વર્ષ જ રાહ જોવી જરૂરી ન હતી, તેમાં દાયકાઓ પણ લાગી શકે. ચોક્કસ સમય પછી કુટુંબના સભ્યો ગુમ થયેલી વ્યક્તિનું મૃત્યુ કોઈ ચોક્કસ તારીખે અથવા કોઈ ચોક્કસ સમયની અંદર થયાનું આપમેળે જ ધ્યાનમાં લે તેવી કોઈ ધારણા કરી શકાય નહીં.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular