Wednesday, August 26, 2026
HomeGeneralઉપલેટામાં મોબાઈલ ભૂલી જતા હોટલ ખોલી તો PIએ ફડાકા ઝીંક્યા, બીજી હોટેલ...

ઉપલેટામાં મોબાઈલ ભૂલી જતા હોટલ ખોલી તો PIએ ફડાકા ઝીંક્યા, બીજી હોટેલ મોડે સુધી ખુલી રહે તો કંઈ નહીં ?

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. ઉપલેટા): પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ઘટે અને પોલીસ પ્રજા વચ્ચે સુમેળ રહે તેવા સતત પ્રયાસ ગૃહમંત્રી કરી રહ્યાં છે. પરંતુ છતાં પણ અમૂક ઘટનાઓ આ પ્રયાસો પર પાણી ફેરવતા હોય તેમ જણાય છે. આવું જ કંઈ ઉપલેટાના એક હોટલ ચાલક સાથે પી.આઈ. ધાધલ દ્વારા કરવામાં આવેલી ઉદ્ધતાઈની કથિત ઘટના પરથી ફલિત થાય છે. કથિત રીતે હોટલનો માલિક પોતાનો મોબાઈલ લારીમાં ભૂલી ગયો હતો તે લેવા ગયો અને પી.આઈ. ધાધલએ બેફામ ગાળો ભાંડી અને ફડાકો ઝીંકી દેવાયો હતો.



પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટાના ઘરની નીચે જ હોટલ ચલાવતા રીયાજ ઓસમાણભાઈ સુરીયા અને ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ સાથે ઘર્ષણ થયું હતું. રિયાજ દ્વારા ઉચ્ચ અધિકારીઓને કરેલી રજૂઆત મુજબ આ ઘટના ગઈકાલે તારીખ 28 જૂનની રાત્રીના બની હતી. રાત્રીના સમયે જ્યારે રીયાજ સુરીયા પોતાની હોટલ બંધ કરી હોટલની ઉપર પોતના ઘરે જતા રહ્યા હતા. ઘરમાં જઈ પોતાનો મોબાઈલ હોટલમાં ભૂલી ગયાની જાણ થતા તે ફરી હોટલમાં મોબાઈલ લેવા માટે આવ્યો હતો. આ સમયે જ પોલીસની જીપ નિકળી હતી. પોલીસે હોટલ પાસે જીપ ઉભી રાખી તેમને હોટલ કેમ ખુલ્લી છે તેમ પુછતા રીયાજે હોટલ 11 વાગ્યે જ બંધ કરી દીધી હતી તેમ જણાવ્યું હતું. આ બાબતે પી.આઈ. ધાધલ ઉશ્કેરાય ગયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા.

રીયાજ સુરીયાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પી.આઈ. ધાધલે તેમને ગાળો ભાંડી ફડાકા ઝીંકી દીધા હતા. રિયાજ સુરીયા અને પી.આઈ. ધાધલ વચ્ચે ઘર્ષણનો કથિત વિડીયો સામે આવ્યો છે તેમાં સમગ્ર ઘટના જોઈ શકાય છે. રીયાજ જણાવે છે કે, મારી હોટલ બંધ હતી અને હું મોબાઈલ લેવા માટે ફરી અંદર ગયો હતો. પરંતુ ઉપલેટા બસ સ્ટેન્ડમાં ચાની હોટલ મોડી રાત સુધી ધમધમે છે તેમજ પોરબંદર રોડ પર બે ચાની હોટલ અને બાપા સીતારામ મઢુલી પાસે ગાંઢીયા વાળાઓ મોડી રાત સુધી ખુલ્લી હોય છે. આ માર્ગો પર પોલીસને સતત અવર-જવર હોય છે પણ તેમને કંઈ કહેતા નથી. આ બધુ પોલીસની મીઠી નજર હેઠળ ચાલું રહે છે પરંતુ હું ગરીબ છું અને હોટલ ચલાવી ગુજરાન ચલાવું છું છતા પી.આઈ. ધાધલ અમને પરેશાન કરે છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular