Monday, June 29, 2026
HomeGeneralરાજકોટમાં ઓનલાઈન જુગારમાં મહેશ આસોદરીયા કોણ? પૂર્વ મંત્રીએ સંઘમાં બેસાડ્યા તે જ...

રાજકોટમાં ઓનલાઈન જુગારમાં મહેશ આસોદરીયા કોણ? પૂર્વ મંત્રીએ સંઘમાં બેસાડ્યા તે જ કે અન્ય કોઈ, પોલીસ પણ અજાણ

- Advertisement -

તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ, રાજકોટ): ગુજરાતમાં ચારે તરફ ઓનલાઈન સટ્ટા/જુગારની બદી ફેલાઈ રહી છે. રાજ્યના યુવાધનને કોરી ખાતી ઓનલાઈન જુગારની બદીના કાયદામાં સુધારો અને કડક કાર્યવાહી વિના ડામી શકાય તેમ નથી. ત્યારે ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલા સટ્ટો રમતા આરોપીઓ પાસેથી ઓનલાઈન આઈ.ડી. મળી હતી, પરંતુ મોટા સમાચાર એ છે કે, આ આરોપીઓએ જે નામ ખોલ્યા છે તેમાં એક મોટું રાજકીય માથું છે તેવું સુત્રો જણાવે છે.



ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિરાણી અઘાટ ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં દરોડ કરી ઓનલાઈન જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. રાજકોટ પોલીસે બાતમીના આધારે કરેલા દરોડામાં પ્રતીક ટોપીયા અને હાર્દિક તાલપરા નામના આરોપી ઝડપાયા હતા. પોલીસે એફ.આઈ.આર.માં જણાવ્યા મુજબ આ આરોપીઓને આઈ.ડી. મહેશ આસોદરીયા અને હિમાંશુ પટેલ અને અજય નટવરલાલ મીઠિયા તરફથી મળી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાની સાથે જ મહેશ આસોદરીયાના આકાઓ દોડતા થયા છે તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે.

ઝડપાયેલા આરોપીએ પોલીસને જણાવેલા નામમાં મહેશ આસોદરીયાનું નામ ખુલવા પામ્યું છે. મહેશ આસોદરીયા એક પૂર્વ મંત્રીની નજીકના હોવાનું કહેવાય છે. મહેશ આસોદરીયા એક જૂથના પ્રતિનિધી પદે પણ બીરાજમાન છે. રાજકીય ખટપટ ચાલતા આ જૂથ તાજેતરમાં જ અખબારોના અહેવાલ બન્યા હતા. પરંતુ આ મામલાના તપાસનીશ પોલીસ કર્મચારી અને ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ધોળા સાથે વાતચીત કરતા આરોપી મહેશ આસોદરીયા બાબતે પૃચ્છા કરતા કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ ચોક્કસ પણે શંકા ઉપજાવે તેમ પોલીસે આ મામલાની એફ.આઈ.આર.માં મહેશ આસોદરીયાના મોબાઈલ નંબર લખેલા નથી. જ્યારે નવા આવેલા ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહેલ સાથે વાત કરતા તેઓ આ મામલે જાણીને કોમેન્ટ કરશે તેમ જણાવે છે. સુત્રો પાસેથી ચોક્કસ માહિતી મળે છે કે મહેશ આસોદરીયા રાજકારણ અને એક સંઘ સાથે જોડાયેલા છે. જેમને એક પૂર્વ મંત્રીએ એક રાજકોટ સાથે જોડાયેલા સંઘમાં પ્રતિનિધી તરીકે સેટ કર્યા છે.



પોલીસની કાર્યવાહી પર સવાલ ત્યાં પેદા થાય છે કે એવું કેમ બને કે પોલીસને આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓ એ કોને આઈ.ડી. આપ્યા તે બે શખ્સોના નામ અને નંબર આપી દિધા પણ એક મહેશ આસોદરીયાનો જ નંબર કેમ પોલીસને ન મળ્યો. વળી ગુનાના 20 કલાક બાદ પણ પોલીસને આરોપી મહેશ આસોદરીયા કોણ તે મામલે ખ્યાલ નથી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. પદે ડો. પાર્થરાજસિંહ ગોહીલની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારબાદ કદાચ જૂગાર મામલે આટલા મોટામાથાના નામ ખુલ્યાને કારણે લોકો પાર્થરાજસિંહની હિમ્મત અંગે ચર્ચા કરતા થયા છે. તેમજ ગોહીલ હવે રાકેશ, રાહુલ, રોહિત અને રાજુ જેવા મોટા ગજાના બુકીઓની ખેર નહીં રહેવા દે તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular