Thursday, September 3, 2026
HomeGeneralખરાબ એન્જીનિયરીંગનું ઉદાહરણ, જુઓ Video ડીસામાં નવા બનેલા ઓવર બ્રિજ ઉપર સ્વિમિંગ...

ખરાબ એન્જીનિયરીંગનું ઉદાહરણ, જુઓ Video ડીસામાં નવા બનેલા ઓવર બ્રિજ ઉપર સ્વિમિંગ પુલ જેવું પાણી ભરાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડીસા: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્રની પોલ ખૂલી જાય તેવા અઢળક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ભેમા ચૌધરીએ ડીસાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં થોડા સમય અગાઉ જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એક ઓવરબ્રિજ પરથી પસાર થતાં વાહનોને વરસાદના કારણે ભરાઈ ગયેલા પાણીના લીધે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



અત્રે ઉલ્લેખનીય છે કે જે બ્રિજનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે તે બ્રિજ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે. ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ 250 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ તાજેતરમાં જ ડીસામાં બનાવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી ગયો પણ હવે બ્રિજ ઉપર સ્વિમિંગ પુલની જેમ પાણી ભરાય છે તેનું નિરાકરણ તત્રએ જલદી લાવવું પડશે.


બનાસકાંઠામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ધોધમાર વરસાદના પગલે તત્રની બેદરકારી અને પ્રિ મોનસૂન કાર્યવાહીની અછત લોકોને જોવા મળી હતી. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાના અને રસ્તા ધોવાઈ જવાના દૃશ્યો સામે આવ્યા હતા. ડીસાના નવનિર્મિત ઓવર બ્રિજ ઉપર સ્વિમિંગ પુલની જેમ પાણી ભરાઈ જતાં લોકો રોષે ભરાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોને બ્રિજ પાર કરવામાં કેટલી તકલીફ પડી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular