નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પોલીસ બેડામાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર પોલીસબેડામાં બદલીના આદેશ થયા છે. ગુજરાત પોલીસમાં 27 પોલીસ ઈન્સપેક્ટર અને 34 પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે. ગુજરાત પોલીસના વડા આશીષ ભાટિયાએ બદલીનો આદેશ કર્યો છે.


ગુજરાતમાં પોલીસ ઈન્સપેક્ટરની બદલીની વાત કરીઈ તો એ.આર.ઝાલાને પોલીસ અકાદમી કરાઈથી ગાંધીનગર, એમ.જે.ચૌધરીને આણંદથી બનાસકાંઠા, પી.કે.પટેલને એ.સી.બી.થી પાટણ, એ.જે.અસારીને કચ્છ પશ્વિમથી આણંદ, એ.વી.દેસાઈને સી.આઈ.ડી. ક્રાઈમથી બનાસકાંઠા મુકવામાં આવ્યા છે.
ગુજરાતમાં પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલીની વાત કરીઈ તો ચાવડા કમલેશકુમારને મહેસાણાથી ગીરસોમનાથ, ઝાલા ધર્મેન્દ્રસિંહને સુરત શહેરથી જુનાગઢ, ચુડાસમા ભાનુમતીને રાજકોટ ગ્રામ્યથી ભાવનગર, ભલગારીયા માનસિંહને પંચમહાલથી ભાવનગર અને પરમાર સહદેવસિંહને સુરત શહેરથી રાજકોટ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે.










