Saturday, October 4, 2025
HomeGeneralDGP આશિષ ભાટીયાએ કરી સરાહના: નેત્રમથી ગુનાનો ભેદ ઉકેલવામાં અરવલ્લીનો સતત બીજા...

DGP આશિષ ભાટીયાએ કરી સરાહના: નેત્રમથી ગુનાનો ભેદ ઉકેલવામાં અરવલ્લીનો સતત બીજા વર્ષે દબદબો, રાજ્યમાં ત્રીજા ક્રમે  

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી ): અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિઓ અને અસામાજીક તત્ત્વો પર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહી છે. જિલ્લા પોલીસની સફળ કામગીરી અવારનવાર નજરે આવતી રહે છે. ત્યારે જીલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા ગુના ડીટેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અરવલ્લી પોલીસ નેત્રમથી ગુનાનો ભેદ ઉકેલવામાં રાજ્યમાં સતત બીજા વર્ષે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરતા રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયાના હસ્તે પીએસઆઇ જે.એચ.ચૌધરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.



- Advertisement -

 અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા સહીત લૂંટ, હીટ એન્ડ રનની ઘટના, ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમેરા પોલીસને ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. રાજ્યમાં નેત્રમની કામગીરીની ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરાઇ હતી, જેમાં અરવલ્લી પોલીસને સફળતા મળી છે. જીલ્લામાં ગુનેગારો શોધી કાઢવા ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે જીલ્લામાં લાગેલાં સીસીટીવી કેમેરા મારફતે છેલ્લા ત્રણ મહીનામાં સફળ કામગીરી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી ત્રીજા ક્રમે છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા નેત્રમના પીએસઆઈ ચૌધરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.



- Advertisement -

અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ નેત્રમ કેમેરાની મદદથી હીટ એન્ડ રન, અપહરણ, ગુમ થવાના, ચોરી, ચૈન સ્નેચીંગ સહીત ૨૪ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે. નેત્રમની મદદથી ૩૩ આરોપી ઝડપી લીધા હતા અને ૧૯ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળતા એકંદરે પોલીસનો ‘ વિશ્વાસ ’ નેત્રમને સથવારે જળવાઇ રહ્યો છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular